________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૭
પતિ કઈ છે અને મને અનાદિ મારાથી
હે મૃત્યુ ! તું જેમ નજીક આવે છે તેમ મારો આત્મા ખૂબ સજાગ-સાવધ બનીને લલકારે છે. .
ગિરિરાજનું શરણ આદિપ્રભુ સ્મરણ છે પંડિત હમ મરણ હે લઈજા...તારી વિદ્યાથી જેના ઉપર અસર થઈ છે એવા શરીરને!! મારે તે કાલંજયી બનવું છે. મારા ગુરૂએ મને ધર્મામૃતના પાન કરાવ્યા છે: મારા ગુરૂના ધર્મામૃતના પાન અને સાદિ અનાદિ સ્થિતિ પ્રાપ્ત કરાવશે. મૃત્યુ, તું મારે આંગણે આવે છે ત્યારે મારાથી હસી જવાય છે.
ભાઈ મૃત્યુ ! તું મારું દુશમન? મારું પ્રતિસ્પધી? નાના તું તે ભવ્ય મિત્ર... તું તે અનુપમ મિત્રતારા આગમનના સાચા એધાણ મને બરાબર મળી ગયા. તે દિવસથી મારા જીવનની વ્યથ પળે સાર્થક બની ગઈ છે. સાચે તે મને આરાધનાને અવસર આપ્યું. મારા મનને સકષાય અવસ્થામાં પણ નિષ્કષાય જેવું બનાવી દીધું...મારા મનના રાગને તે છઘસ્થ અવસ્થામાં હરાવી દીધો. સરોગી છતાં હું વીતરાગી સમ બની ગયે. તારા આગમનના આછેરા ભણકારે પણ હવે કેઈ શત્રુ રહ જ નથી. પહેલાં હું આરાધના કરતા ત્યારે તને જ સાથ આપત' હતું. હવે કદાચ તનને સાથ ઓછો મળે છે. પણ મન તે સદા આરાધનામાં લીન રહે છે. સ્વાધ્યાયથી નિવૃત થાઉં છું ત્યારે જાપ કરું છું. જાપ પૂર્ણ થાય ત્યારે ધ્યાન કરું છું. ધ્યાન કર્યા બાદ દેહને સાક્ષી બની મૂકભાવે જગત અને કાયાના સ્વભાવની અનુપ્રેક્ષા કરું છું.
મિત્ર મૃત્યુ ! તે શું મારું બગાડયું છે? સાચે તુ મારે ઉપકારક છે! તે મને કર્મ નિર્જરાને અનુપમ અવસર આર. તારા સમાગમે કર્મક્ષયની પળો મને નજદીક દેખાય છે. હું મૃત્યુને દૂર કરવા-હડસેલવા કયારે પણ