________________
પરા જહા સે દીવ અસંદીણે એવું
સ ભવઈ સરાણું મહામુણું
અષાઢ માસના ઘનઘોર વાદળાં આકાશમાં ભયંકર ગજના કરી રહ્યા હાય-પ્રલયકાળને પવન પાગલ બનેલ હોય અને કેઈ યાત્રિક સમુદ્રયાત્રા કરી રહ્યો હોય–પ્રતિકૂળ પવનથી નૌકાના સઢ તૂટી ગયા હોય, આકાશને આંબવા મથતા જલધિ તરંગે નૌકામાં પ્રવેશી જતાં હોય અને સમુદ્ર યાત્રિક ભય વિહવળ આંખે ચારે બાજુ નજર નાંખી રહ્યો હોય અને ત્યાં ભાગ્ય ચગે તેનું વહાણ કેઈ દ્વીપ પાસે પહોંચી જાય અને ભયથી મુક્ત થયેલ અભય માનવ હર્ષની કીકીયારીઓ કરતે દેડીને દ્વીપમાં પહોંચી જાય અને હાશબચી ગયા! હાશ.. બચી ગયે...કેટલીવાર બેલે ? દ્વીપ પર પહોંચતા જે હર્ષની લાગણું થઈ તે શું શબ્દમાં વ્યક્ત કરી શકાય? છે. તેનાથી ય અધિક ભવયાત્રીને આનંદ આપે ગુરુનું શરણ. આ જ મહામંગલકારી વાતની શરૂઆત ખૂબજ ભાવવાહી શબ્દમાં શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવી છે :
જહ સે દીવ અસદણે એવસ ભવાઈ સરેણું મહાસુણી
ભવયાત્રીના શરણમહામુનિ-ભવયાત્રીના રક્ષક મહામુનિ– ભવ ભયમાંથી ઉદ્ધારક મહામુનિ–મહામુનિના હૈયા કરુણાના રસથી ભરેલાં હાય.સમુદ્રના જળ કદાચ પરિમિત બને પણ