________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૬૧
સંયમના રક્ષણ માટે દેહનું ધ્યાન રાખે. પણ સંયમના ભાગે દેહનું જતન ન કરે. પ્રતિબદ્ધ જીવીને દેહ છોડવા જેવા લાગે. સંયમ જ આરાધ્ય–સાધ્ય-ઉપાસનીય લાગે. ખરેખર, તે
પ્રતિબુદ્ધ જીવી એટલે પ્રભુના ઉપદેશને જીવંત સાક્ષા ત્કાર, પ્રભુના ઉપદેશનું જીવંતરૂપ...
આ મહાસિદ્ધિ સરળતા વગર પ્રગટ ન થાય. પ્રતિબુદ્ધ જીવનની મહાસિદ્ધિ સરળતા મહામંત્રથી સિદ્ધ થાય છે. જેના જીવનમાં સરળતા સ્વભાવગત બને છે તે સાધુ મહાત્મા પ્રતિબુદ્ધ જીવી બની શકે.
વત્સ ! તારે સરળ બની પ્રતિબુદ્ધ જીવનની ભવ્ય સિદ્ધિ મેળવવાની છે. કેઈ અણિમા સિદ્ધિ-ગરિમા સિદ્ધિના તારે ઉપાસક બનવવાનું નથી. આ બધી સિદ્ધિ તો સામાન્ય છે.
અદ્વિતીય સિધિ તો સરળતા.’ તું! એટલે સરળ સાધુ. સરળ સાધુના જીવનના અનુસંધાન વિચાર સાથે આચારનું સર્જન કરવામાં. દુનિયાના બધાં આયેાજન શક્ય છે–આસાન છે. પણ કઠીન છે પ્રતિબદ્ધ જીવનનું આયોજન. પણ, તું સરળ તો તારા માટે અશકય નહિ. સરળ ક્યારેય ખોટી ડંફાસ–દેખાવ ના કરે. સરળ તો શકય જ ઉચારે અને જે ઉચ્ચારે તે આચરીને રહે. ત’ પણ પ્રતિબદ્ધજીવી વન એજ મહાસાધના તને મોક્ષની મહાસિદ્ધિ અને એજ મારી
હિતભાવના ગુરુદેવ! માયાની ગલી ખુંચી ખૂબ ભૂલભૂલામણી ભરી અને લેભામણી છે. તેમાં અટવાયા પછી નીકળાય નહિ પણ આ માયા તે અપ્રમત્ત મહાત્માને પણ સતાવી જાય છે. તેમને પણું રીબાવી જાય છે.