________________
૨૦૪ ]
તે સુખી થઈ અનતાને સુખી કરે તે ઉપકારી
તરત અમલ કરો અમારા આ સંઘને બંધ કરે હાય. ચુપ કરે છે તે અમારી સાથે વાત ન કરે અમારા માલિક મન સાથે વાત કરે તેને જે આદેશ એ જ અમારૂં -શરણ.
વત્સ ! ઈદ્રિયેના તફાન કેમ થાય? કેમ બંધ રહેશે આ નીતિ જ્ઞાની મહાત્માઓ જાણે એટલે તેઓ ઈદ્રિયનો વાંકગુન્હા બતાવતા જ નથી. પણ તેની શક્તિને સમજે છે. તેથી તેમના માલિક મનને સિદ્ધ કરવા, મનને નાથવા મથે છે.
શ્રી આચારાંગ સૂત્ર કહે છે-“અતિવિજજે નો પડિસંજલિજજાસિ” “વિદ્વાન ગુસે કરતે નથી.” આ એક પતિ -અનેક આગમના રહસ્ય સમાન છે. મંત્રની જેમ જાપ કર. આ પદને અજપાજાપ વડે તારા હૃદયમાં કેતરી રાખ...
અતિવિજ = વિદ્વાન-આગમને જાણકાર, તત્ત્વને સમજેલ, આશ્રવ અને સંવરના ભેદને જાણનાર, પાપ અને પુણ્યને માનનાર, બધ અને મેક્ષના ઊંડા રહસ્યને સમજનાર મહાન આત્મા તે વિદ્વાન
જે વ્યક્તિ તત્વને જાણી શકે, પરમાર્થને સમજી શકે, રહસ્યના પારને પામી શકે તેનું મન હંમેશા શાંત હેય. મનમાં કયાંય વ્યાકૂળતા-વિહવળતા, ઝંખના, આવેગ આવેશન હેય.
જ્ઞાન મનને સંયમમાં રાખે જ્ઞાન મનને કાબુમાં રાખે. જ્ઞાન દીપક જાગૃત રહે એટલે મને મંદિરમાં અજ્ઞાન અંધારાનું સામાન્ય ન આવે એટલે ઇન્દ્રિય તે શાંતિની સેના બની જાય
જ્ઞાન મન પાસે પ્રત્યેક પદાર્થના–પરિસ્થિતિના–વ્યક્તિના ઘટસ્ફટ કરાવે છે. જ્ઞાન મનને કહે છે–તું વસ્તુના મૂલ્યાંકન કર.બાદમાં તારા ઈદ્રિય અનુચરેને આજ્ઞા આપ
ઘરના સાથે લડાઈ કરાય ? પારકા સાથે પ્રીતિ કરાય ? તારી સામે આવેલ હકીકત શું છે એ તે જે ?...