________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
{ ૧૯૧
સાધક! તારા રજોહરણમાં શું છે? તને ખબર છે? તારૂં રજોહરણ તે દેવાધિદેવ પરમાત્માના ચરણકમલનું પ્રતીક છે. તે રજોહરણ સ્વીકાર કરી જાહેર કર્યું. “પ્રભુ મારા હૃદય કમલમાં બિરાજિત છે મારા હૃદય કમલને સુશોભિત કરનાર વીતરાગ પરમાત્મા છે. વીતરાગના ભક્તના હાથમાં દ્રવ્ય શસ્ત્ર પણ ના હોય અને વીતરાગના ભક્તના હૃદયમાં ભાવ શસ્ત્ર પણ ન હોય. હાય માત્ર વીતરાગની આરાધના અને સાધના.” જ્યાં વૈમાનિક દેવની સાંનિધ્યતા થાય ત્યાં દુષ્ટ વ્યંતર દેવને વિદાય લેવી પડે તે જ્યાં વિતરાગ પ્રરૂપિત જ્ઞાન-દર્શન–ચારિત્રનું સાંનિધ્ય હેય ત્યાં કષાયોને સ્થાન કયાંથી મળે? સાધુ રજોહરણને જરાય દૂર રાખતા નથી. તેનું કારણ શું છે? તને ખબર છે. વીતરાગની છાયા ન રહે તે ભાવશસ્ત્રને કારમો ઘા લાગી જાય. એટલે રજોહરણ સાથે રાખી સાધુ કહે છે. “વીતરાગનું બuતર મારા હૃદયનું સંરક્ષણ કરે છે. આ બખ્તરને–આ કવચને મોહ કયારેય ભેદી ના શકે”
વીતરાગના અભેદ્ય કવચના ધારક એ મારા સુશિષ્ય ! ભાવશાસ્ત્રને તું ત્યાગ કર. એટલાં જ મારા નાના આશિષ નથી, મારા તે તને મહાન શુભાશિષ છે કે “તું ભાવશસ્ત્રને ત્યાગી અને ભાવશાસ્ત્રની ત્યાગીઓની ભવ્ય સેનાને તુ મહા સેનાપતિ બન...”
તારી શાંતિ સેના, તારી મુક્તિ સેના-તારૂં પ્રતિક રજે હરણું સ્વાદુવાદ તારા બૃહ, સિદ્ધિના શિખર સર કરવા તે -તારૂં લક્ષ્ય તારા શાંતિસેનાના મંત્રીશ્વર સબંધ
જિનેશ્વર રૂ૫ રાજાને હુકમ થઈ ગયો છે. મહાસેનાપતિ મુનિરૂપ શાંતિસેના સાથે તમે કૂચ કરો. કમ રૂ૫ રાજાએ સર કરેલ આપણે આત્મ પ્રદેશ પાછો મેળવે.
સેનાપતિ! તમારી દરમ્યાનગિરિ નીચે શાંતિ સેના