________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિક
[ ૧૮૭
આજીવન ગુરુકુળ નિશ્રામાં રહે પણ મેં ગુરુની સેવા કરી એમ કહેવરાવવા રહે તે પ્રમત્ત.
ગુરુની નિશ્રા મને ધન્ય બનાવે, ગુરુની સેવા મને શુદ્ધ બનાવે, આ ભાવથી રહે તે અપ્રમત્ત તુ કયાંય મુંઝાઈ ન જાય, અકળાઈ ન જાય તેટલા માટે વધુ સ્પષ્ટ કરૂં. જે અનુષ્ઠાન–આરાધના–પ્રવૃત્તિથી મેહ હટે, મેહને કુઠારા ઘાત થાય, તેનું નામ અપ્રમત્તભાવ. જે અનુષ્ઠાન–પ્રવૃત્તિથી મેહ. પિષાય, કીતિની ઝંખના થાય, કલેશ થાય તે પ્રમત્તભાવ
જ્યાં મેહનીય કર્મને અનુકૂળ–પિષક– ઉત્તેજક પ્રેરક વૃતિ હેય તે પ્રમાદ. જ્યાં મેહનીય કર્મના ક્ષયની પશમની. હટાવવાની વૃતિ હોય તે અપ્રમાદ. “જ્યાં મેહ ત્યાં ભય...
- જ્યાં નિર્મોહ ત્યાં નિર્ભય..” સૂવું જાગવું – ખાવું – પીવું–બેસવું-ઊઠવું એ બધા દેહના સામાન્ય ધર્મ” એ કઈ સંપૂર્ણ પ્રમાદભાવ નથી. કયારેક જીવનની જરૂરિયાત પણ બની જાય. જ્યાં મેહ જાગત રહે તે પ્રમત્ત ભાવ. મેહ જ્યાં ઊંઘે તે અપ્રમત્ત ભાવ.
મારાં સુશિષ્ય ! તું અપ્રમત્ત બની નિર્ભય બન. બસ, એજ મારા સુભાશિષ છે,
ગુરુદેવ ! હું હવે પ્રમાદથી ખરેખર ભય પામ્યો છું. અપ્રમત્ત ભાવને ચાહક બન્યો છું. આપ અપ્રમત્ત ભાવના, જાદુગર છે. મારા આત્મા પર પણ અપ્રમત્ત ભાવનો જાદુ કરો અને મારા મહને સુવાડે નહિ પણ મારા મોહનીય. કર્મને ભગાડે...
એજ, પુનઃ નમ્ર પ્રાર્થના