________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
-
| ૧૭૯
પેદા થતી નથી. વિહવળતા પેદા થતી નથી. મને ભય લાગતે
થી. પણ હું નિર્ભય બનતા જઉં છું. મારું મન મેરૂ જેવું નિપ્રકપ બને છે. મને ધ્યાનમાં કઈ વિક્ત કરી શકતું નથી. કારણે મારી પાસે વિશ્વના હિતની ભાવના છે. વિશ્વનું હિત થાય તેવું જ્ઞાન છે. એટલે વ્યાકૂળતાને ભાગવું પડે છે. જ્યાં વ્યાકુળતા–વિહ્વળતા દૂર થાય એટલે દુઃખ પણ સુખ બની જાય છે.
સાધક ! તારી સાધનાની અવસ્થા એટલે પ્રશ્ન એાછા કરવાના અને આવશ્યક કર્તવ્ય અધિક કરવાના પ્રશ્ન કરનાર તર્ક વિતર્કમાં અટવાઈ જાય અને કર્તવ્ય કરનાર સાધનાના માર્ગે આગળ વધી સિદ્ધિને સ્વામી બની જાય.” - જ્ઞાન આરાધનાની ધુણી ધખાવીને બેસી જા. એક ક્ષણ.... એક પળ પણ જ્ઞાનાર્જન વગરની જાય નહિ. જ્ઞાન મેળવતા સતત પ્રયત્નશીલ બન. કલાક ભણ્યા. પાંચ ગાથા કરી. હજાર સ્વાધ્યાય કર્યા. આવી નમાલી વાત ના કર. કેવલજ્ઞાન ન મળે ત્યાં સુધી જ્ઞાનાર્જન માટે સુખ છોડવા પડે તે છોડ, નિદ્રાને ત્યાગ કરવું પડે તો કર પણ જ્ઞાનપ્રાપ્તિનો ભવ્ય પુરુષાર્થપ્રારંભ કરી દે. જ્ઞાનની તાકાત છે. વિકલ્પ વ્યાકૂલતા પેદા નહિ થવા દે. કેઈના સુખ માટે પ્રયત્ન કરીએ પણ ખરા અને ન પણ કરીએ. પણ ખુદના સુખ માટે પ્રયત્ન ન કરીએ તે બને ખરું?
જ્ઞાન પ્રાપ્તિ એ નિજના સુખની સાધના છે.
તું એમ ના સમજતો એકાદ ગ્રંથ ભણું લીધે એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. વ્યાખ્યાન સભા તાળીના ગડગડાટથી ગાજી ઉઠી એટલા માત્રથી જ્ઞાની ન બની જવાય.