________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
૧૩૭
જીહા પર
લાવી
સવા કર”
બેલતાં નથી પણ સૌની આંખે જ વાત કરી રહી છે. જેણે આજે સભામાં જે દશ્ય જોયું તે સમુદ્રની મર્યાદા ઉલ્લંઘનનું હતું. ખલાસ..... ખલાસ,
લેબાશ સરસ્વતી પુત્રને પણ આચાર્યશ્રીએ કાવ્યના બહાને સાધના કરી કામશાસ્ત્રની.”
આંખની વાત છઠ્ઠા પર આવી. આમરાજાને આચાર્ય ને માપવાની ભાવના થઈ. વારાંગનાને બેલાવી કહે-“આજે રાત્રે આચાર્યશ્રી પાસે જા. તેમના ચરણકમલની સેવા કર.” આંખે દેખ્યો અહેવાલ બનશે તે હું પણ ક્ષત્રિયપુત્ર જ છું ને? પછી જોઈ લઈશ. રાજા ગુપ્ત રીતે ઉપાશ્રયમાં સંતાયા આચાર્યશ્રી સ્વાધ્યાય ધ્યાન કરી પિયા. વારાંગના વેશ પરિ. વર્તન કરી ઉપાશ્રયમાં આવી. ધીમે ધીમે ચરણ સેવા કરવા લાગી. સ્પર્શ થતાં જ આચાર્ય શ્રી સાવધ અન્યા. હાથમાં માળા લીધી અને મુનિ બોલ્યા – મેં વિશ્વનું દર્શન કર્યું છે, પદાર્થ વિજ્ઞાનને અભ્યાસી છું. પદાર્થની જીવનમાં જરૂર પડે છે, પણ રૂપના ઘેન મને નહિ ચઢે. સુકેમલતા મારી સાધના નહિ ચૂકવે. જ્યાંથી આવ્યા હેય, ત્યાં સીધાવી જાવ.” - આચાર્યશ્રી ધ્યાનમાં લીન બન્યા. રાજા પ્રગટ થઈને કહે છે –“ગુરુવર ! મને સમજાવે, મારો ભ્રમ દૂર કરે. રાજ સભાના અપભટ્ટસૂરીશ્વરજી મ. કયાં ગયા? અને એ શું હતું? અને આ શું? એકાંત રાત્રિ, સુકેમલ સ્પશે તમને આકષી ના શકો ?
તમે મહાત્મા નહિ, સિદ્ધ ગી! પણ મારી શંકાનું સમાધાન કરો. રાજસભામાં શાની આરાધના–સાધના કરી હતી? પ્રભુ! હું વિષયની ગટરને સુદ્ર જતુ. મેં પણ આપને મારા જેવા તુચ્છ માન્યા. વામન વિરાટને સમજી શકે ? જ્ઞાનીના સેવક બનવાનું હોય પણ હું પરીક્ષક બની ગયે.