________________
૧૨૬ 1
ગી=પ્રસન્નતાના રસનું પરિપૂર્ણ પાત્ર
ગુરુદેવ! યાદ રાખજે, ડાહ્યો, ગાંડે, શાણે, પાગલ, મૂર્ખ, જ્ઞાની, આરાધક વિરાધક પણ શિષ્ય તે આપને જ.
ત્વમેવ શરણું મે” – આ મારી મંત્ર દીક્ષા છે. મારી નિદા થશે કે પ્રશંસા થશે. એમાં હવે બહુ હર્ષ-શેક થત નથી. પણ એક વિચાર અવશ્ય આવે છે કહું? ના..ના... ના નહિ કહું,
આપ, તે મારાં અંતર્યામી છે. મનમાં ન થવું જોઈએ પણ કેઈવાર થઈ જાય છે. શું હું આપને અળખામણે છું? શુ આપની કૃપાને ચગ્ય નથી ?” અને આ વિચાર આવતા કયારેક ખૂણામાં બેસીને આંસું પણ સારી લઉં છું. ગુરુજી! માફ કરે. મેં તે આપના પ્રશ્નનો જવાબ આપવાના બદલે એક મોટું ભાષણ કર્યું.
સુશિષ્ય! મેં તને પહેલાં કહ્યું. “બલવાની આદત ઓછી કર અને વિચારવાની અધિક આદત પાડ. તર્ક-વિતર્ક ઓછા કર અને આજ્ઞાને અનુસર. શિષ્ય ક્યારે ય ગુરુને અપ્રિય ન હેય. શિષ્ય સદા ગુરુના વાત્સલ્યનો અધિકારી હાય.”
અને તું પણ મારા વાત્સલ્યનો અધિકારી છે. મારે મારી ફરજ બજાવવાની છે ગમે તે પરિસ્થિતિમાં તારા ગ–ક્ષેમ કરવાની. તારે તારી ફરજ બજાવવાની છે. સર્વ સમયે આજ્ઞાનુકૂળ વૃત્તિ અને પ્રવૃત્તિ કરવાની. '
ચલે, હવે પાછા આપણે મૂળ વિષય પર આવીએ.
મે તેને કહ્યું “સાધુને રેજ સંવત્સરી અને તું છ છેડાઈ ગયે. સંવત્સરી એટલે શું? વર્ષમાં એકવાર તે પાપથી પાછા હઠવું. પિતાના પાપને એકરાર કરે અને
સૌને ક્ષમાને દાન કરવા. બરાબરને? હવે, આગળ રેજ * સંવત્સરી એટલે પ્રતિદિન પાપથી પાછા હઠવું. પ્રતિદિન