________________
શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા
| ૧૨૫
કેટલા પ્રમાણમાં પુરુષા ? જ્ઞાનીની આજ્ઞા મુજમના કેટલા પુરુષા` ?
જીવન ચેાગ્ય પ્રવૃત્તિ કરતાં જેમ કંટાળતા નથી, થાકતા નથી, તેમ થાક્યા વગર સતત જાગૃતિ અંગે પુરુષાર્થ કરવા
જોઈ એ.
તું દેવાધિદેવના મુનિ ! તારી વેશભૂષા શુભ્રં–શુદ્ધ અને સાદાઈ પૂ. તેમ તારૂં હૃદય પણ નિ`ળ–ઉજ્જવળ પવિત્ર અને સરળ. તારા વસ્ત્ર મેલાં થાય, ગંદાં થાય, ફાટી જાય, કાણીયાં થાય, પણ તારૂં' હૃદય કયારેય સેલ' ન થાય, ગંદું ના થાય, કધાણીયું ન થાય.
મનમાં કષાય આવે તે હૃદય મેલુ થાય, મનમાં વિષયની ભાવના જાગે તેા હૃદય ગદું થાય, મનમાં મિથ્યાત્વ ભાવ આવે તે હૃદય ફાટી જાય. મનમાં ધીઠાઈનિષ્ઠુરતા આવે તે હૃદય કધેાણીચું થઈ જાય.
- જાગૃતિ ચાહતા મહાત્મા !! ક્ષમા વડે તારા હૃદયના મેલ હટાવી લે. નિર્મળ બનાવી દે. સયમ વડે તારા હૃદયની ગંદકી દૂર કરી દે. હૃદયને નિળ બનાવી દે. સમ્યક્ત્વની
શુદ્ધિ વડે તારા હૃદયની કાળાશ દૂર કરી લે. હૃદયને ઉજ્જવળ બનાવી દે. કરૂણા અને કામળતા વડે ધનની ીઠાઈ દૂર કરી દે. હૃદયને સુંદર અને સુશાભિત બનાવી દે.
શાસ્ત્ર ફરમાવે મુનિ સદા જાગૃત. શ્રાવક તે વર્ષમાં એકવાર ખમાવવાનુ' આવે એમ સમજે એટલે તે એકવાર પાપની આલેચના કરે. એકવાર મિચ્છામિ દુક્કડ' આપે, સાધુ ! તારે રાજ સંવત્સરી-પ્રતિદિન સવત્સરી, તારે પ્રતિદિન સવત્સરીની આરાધના કરવાની.