________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૧૯
નથી. બધા ચૂકાદા, બધા અભિપ્રાયની અવગણના કરવી સહેલી છે. પણ હૃદયના દેવને અપલાપ કરે, તેના અભિપ્રાયની ઉપેક્ષા થઈ શકતી નથી એટલે માનવ કયારેય ખુદને મની સાથે વાત કરતા નથી.
સાધક! શ્રી આચારાંગસૂત્રને કહે છે મારું કામ બહારને અવાજ શાંત કરવાનું અને તારા અંતર સાથે વાત કરાવવાનું.
સાધક એટલે વિશ્વ સાથે મૈત્રી. સાધક એટલે સદા અંતરાત્મા સાથે સંભાષણ કરનાર.
જે જગત સાથે મૌન રાખે તે આત્મા સાથે વાત કરી શકે, જે વિશ્વ સાથે સંબંધ છેડી શકે તે જ આત્મા સાથે સંબંધ જોડી શકે. - “આત્મા સાથે સંબંધ જોડાય એટલે કર્તવ્ય અકર્તવ્યને
દ તુરત સમજાય. સમજનું સુખ પ્રગટ થાય એટલે અસમજનું દુઃખ દૂર થાય જ. . “સમજુ જ્યાં જાય ત્યાં સુખી, અણસમજુ જ્યાં જાય ત્યાં દુઃખી. અજ્ઞાનીને ક્યાંય સુખ મળે નહિ, અજ્ઞાનીને કયાંય દુઃખ હેાય નહિ.” “અજ્ઞાનીને દુનિયા ગુન્હેગારઅપરાધી લાગે જ્ઞાનીને પિતાની જાત અપરાધી–ગુન્હેગાર લાગે.” “અજ્ઞાની સૌની ફરિયાદ કરે જ્ઞાની કેઈનીય ફરિયાદ ના કરે; ફરિયાદ કરે તે પિતાની.
શાની સમજે છે-“હ' સાચું સમજાવી શકતા નથી. મારી શક્તિ સત્ય સમજાવવા વિકાસ પામે તે દુઃખ જગતમાં છે જ ક્યાં? - સાધક ! તારી આ મનોદશા હોવી જોઈએ. તું આવી વિશિષ્ટ મનસંપત્તિને એકછત્રીય અધિકારી-સ્વામી માલિક. એટલે જ શ્રી આચારાંગસૂત્ર કહે છે. તારી પ્રવૃત્તિ કે નિવૃત્તિ પાછળ ઉદેશ્ય હાય, કર્તવ્ય કે અકર્તવ્ય પાછળ લક્ષ્ય હોય.