________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
૯૭
મંગલ ભાવનાવાળા મુનિ આ જીવન ઉપર કંટાળો કેવી રીતે કરે? જીવનના આનંદ ઉપર કંટાળે કેવી રીતે કરે?
સાધક!
સમસ્યા તારી છે તે સમાધાન તારે જ કરવું જોઈએ. પ્રત્યેક સમસ્યાના સમાધાન હાય છે જ, સાચી સમસ્યાના સમાધાન થાય પણ બેટા પૂર્વગ્રહથી પ્રેરિત પ્રશ્નના જવાબ ન મળે. આ જીવનના આનંદ ઉપર કંટાળે કર... આ જીવનના આનંદ ઉપર તિરસ્કાર કર એટલે શું? આનંદ શબ્દને અર્થ વૈભવ-એશ્વર્ય કરવાને. આ વૈભવને તિરસ્કાર એટલે રાગ ઉત્પન્ન થાય તેવી તારી અવસ્થાની ઉપેક્ષા કર. ભૂતકાળમાં વૈભવની અનુમોદના કરી હોય તેને “મિચ્છામિ દુકકડઆપ... વર્તમાનમાં વૈભવ પ્રત્યે અરૂચિ ઉત્પન્ન કર. ભવિષ્ય માટે વૈભવની ઝંખનાને ત્યાગ કર... એટલે આ જીવનના આનંદને તિરસ્કાર
સંસારની દૃષ્ટિએ જીવન શૈભવ એટલે શરીરનું સૌદર્ય.
સંસારની દૃષ્ટિએ જીવન શૈભવ એટલે શરીરને સુખકારી તા. સંસારની દૃષ્ટિએ જીવન શૈભવ એટલે શરીરના પક્ષકારની સેના.....
જીવનના આનંદને તિરસ્કાર એટલે શરીરના મમત્વનો ત્યાગ. શરીરનું મહત્વ-દેહના જતનની ભાવના જ આત્માને કર માગ પરથી કમળ માર્ગ પર સરકાવી દે છે.
દેહની આસકિત જ પ્રમાદને પ્રોત્સાહન આપે ને! કાયાનું મમત્વ જ કષાયને નિમંત્રણ આપે ને!
કાયાનું મમત્વ જ રોગ નિવારણની અભિલાષા કરાવે ને! સુનિ જીવનમાં ગુરુ આજ્ઞાથી રોગ નિવારણ માટે ઔષધિ લેવાની, પણ દેહની પુષ્ટિ માટે કંઈ પણ કરવાની સખત મનાઈ. મહાત્માઓ તે રોગમાં, દર્દમાં પણ આત્માની મસ્તી