________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૯૧
અચા. પ્ર. ગાલ
કે તારી શકે
તીર્થકરો–મહાત્માઓ-અનંત સિદ્ધાત્માઓ બધાને જ કર્મ હેરાન કરતા હતા. તેમણે લક્ષ્ય નિશ્ચિત કર્યું તે વીર બન્યા. પ્રભુએ જીવનમાં જેને વિજય કર્યો તેને જ વિજય કરવા કહે છે. ગભરા નહિ, અકળા નહિ, તું વીર બની શકે અવશ્ય મહાવીર બની શકે, તારી દષ્ટિને સમ્યગ બનાવ દષ્ટિ સમ્યગ્ર બનતા સૃષ્ટિ અંગે તારી કઈ ફરિયાદ નહિ રહે. તું ગુન્હેગાર બનીશ નહિ. તું કેઈને ગુન્હેગાર બનાવીશ. નહિ અને તું કેઈને ગુનહેગાર માનીશ નહિ.
બાળક હોય તે અગ્નિ સાથે ચેડા કરવા જાય અને દાઝે, જે અગ્નિની શકિત જાણતું હોય તે અગ્નિથી કેમ કાર્ય કરી લેવું તે વિચારી લે. બહેને કેવી સુંદર કળા જાણે છે. હાથ બળે નહિ-રોટલી બળે નહિ અને અગ્નિ દ્વારા રેલીને પકાવી દે.
કઈ ગુસ્સે કરે અપમાન કરે ત્યારે આવી કળા સિદ્ધ કરી લે.. પરિસ્થિતિને પારખી લે. જે આ વ્યકિતને ગુસ્સો કરવાને સ્વભાવ જ છે મારા ગુસ્સાથી એ કંઈ ગુસો છોડવાના છે?ના તે પછી હું શા માટે ગુસ્સો કરું? | કઈ વ્યક્તિ મારા ઉપર ગુસ્સો કરે છે ત્યારે તેના હૈયામાં મારા પ્રત્યે અસમજ-ગેરસમજ થઈ છે તે ગુસ્સે કરે. પણ એ વ્યકિતએ ગેરસમજ ઊભી કરી તે મારે શું? તેની સામે ગેરસમજ કરી શુ કરે ? કેઈ વ્યકિતએ મારા ઉપર ગુસ્સો કરી તેનું લોહી ગરમ કર્યું, તે શું મારે તેનું જેઈ H B P ના પેશન્ટ બનવું ? શુ મને આમ રોગી બનવું પાલવે ? કોઈ વ્યકિતએ મારા ઉપર ગુસ્સો કરી ભયંકર કમ બંધ કર્યો, તે શું મારે તેના ઉપર ગુસ્સો કરી ભયંકર કર્મબંધ કરવું ? દેખાદેખી તે તે કરે જેનામાં બુદ્ધિ ન હોય, મારામાં બુદ્ધિ છે, હું શું કામ વિચાર ન