________________
૧૬
૨૦૧૭ નું ચાતુર્માસ પણ પાલીતાણામાં કર્યું. ૨૦૧૭ ના ચોમાસા પછી તેમની તખીયત વિશેષ નરમ થઈ, દવા વિગેરે લીધી, પણ કાંઈ ફાયદો ન થયો. ગણિ શ્રીમુદ્ધિ મુનિ મહારાજ આદિએ ખૂબ મમતા અને પ્રેમ પૂર્વક તેમની સેવા કરી. તખીયત વિશેષ લથડતીચાલી. પણ તેઓશ્રીનું આત્મખળ ઘણું જખરૂં હતું. પોતાનું કામ પોતેજ કરતા અને કોઈને પણ તકલીફ આપતા નહિ–ક્રિયાકાંડમાં પણ જરાએ ખામી આવવા દેતા નહિ. અહીં પણ નાના મોટા ધર્મ ઉદ્યોતના અનેક કાર્યો રસ પૂર્વક કર્યો.
વૈશાખ શુદ ત્રીજના વરસી તપના પારણા નિમિત્તે તેમના અનન્ય ભક્ત શ્રીહરિચંદભાઈ તથા તેમના પત્ની હેમકુંવર બહેન આદિ વંદનાર્થ આવેલ એ અધાને મંગલ આશીર્વાદ અને ધર્મલાભ આપ્યા . ૪ દિવસ પહેલાથી પાણી સિવાયના આહારનો ત્યાગ પોતાની મેળે કરી લીધો અને સં. ર૦૧૮ ( ગુ. ૧૭ ) ના વૈશાખ શુદ ૧૦ ના તબીયત વિશેષ ખરાબ થઈ તે રાત્રિના બે વાગે નવકાર મંત્રનો જાપ કરતાં કરતાં સમાધિપૂર્વક આપ આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યા.
શ્રીસંઘે ખૂબ ઠાઠથી તેમની સ્મશાન યાત્રા કાઢી અને તલેટી પાસે શ્રીઆગમ મંદિરની સામેના ખેતરમાં માત્ર ચંદનના કાષ્ઠથી આપની અંત્યેષ્ઠિ ક્રિયા કરવામાં આવી. આ સ્થાનપર મુંબઈ પાયધુની શ્રીમહાવીર સ્વામી મંદિરના ત્રણીઓએ સાધારણ ખાતામાંથી એક સુંદર ચોતરો અંધાવ્યો છે.
તેઓ જાટ કુટુંમમાં જન્મેલા નિરાધાર બાળક હોવા છતાં પારસ મણીના સ્પર્શથી લોઢાની જેમ ગુલામ બની ગયા જીવન ભર ગુરૂદેવની સેવા કરી. સંઘમાં ઘણાં ધમૅ ઉદ્યોતના કામો કર્યાં. આત્મબળ બહુ જખરૂં જૂના જમાનાના હોવા છતાં નવા વિચારના હતા. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે પ્રેમ હતો. સાધુ સમાજનું સંગઠન, બાળકોને ધર્મ-વ્યવહાર શિક્ષણ, અહિંસાનો પ્રચારજૈન સાહિત્ય પ્રકાશન આદિ માટે અત્યંત પ્રેમ હતો ધન્ય સેવા ધન્ય ત્યાગ
આ પુસ્તિકા આપશ્રીની ઉત્તમ પ્રેરણાથી પ્રકાશિત થઇ રહી છે તેથી આપશ્રીની જીવન રેખા સંક્ષેપમાં અહીં આપવામાં આવી છે.