________________
૧ર૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
વિક્રમ સંવત ૧૬૫૪ માં ચોમાસાના પહેલાં સૂરિજીએ શત્રુજ્યની યાત્રા કરી હતી અને ત્યાંની મોટી ટૂંક (વિમલવસહી) ની સમક્ષ સભામંડપમાં યુગપ્રધાન દાદા શ્રીજિનદત્તસૂરિજી તેમજ શ્રીજિનકુશલ સૂરિજીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરી હતી આ બન્નેના લેખે સરખા છે, એથી વાચકેના અવશેકાનાથે એક લેખ અત્રે ૨જૂ કરીએ છીએ.
संवत् १६५४ वर्षे जेठ सुदि ११ रवि दिने श्रीवृहत्खरतर. गच्छे श्रीजिनकुशलसूरिजीपादुका थो गुगप्रधान श्रीजिनचन्द्र सूरिभिः प्रतिष्ठितं (1)च सं. साना पुत्र मन्ना जगदाल पुत्र सं. ठाकरसिंह पुत्र संघवी सामल का सपरिवारेण !
અમદાવાદનો ચાતુર્માસ પૂર્ણ થતાં સૂારમહારાજ વિહાર કેમે રામાનુગ્રામ વિચરી ભવ્યાત્માઓને પ્રતિબંધ આપતા અનુકેમે ખંભાત પધાર્યા અને સ્થાનીય સંઘની અત્યાગ્રહ ભરી વિનતિને સ્વીકાર તથા લાભાલાભને પણ વિચાર કરી. સં. ૧૬૫૫ને ચાતુર્માસ ત્યાં ખંભાતમાં કર્યો. વિહાર પત્ર નં. ૧માં “શ્રી રાજાજીના તેડા” લખેલ છે. પરંતુ કયા ભત નૃપતિનું આમંત્રણ હતું. એનું કાઈ પ્રમાણ નહિ હોવાને કારણે એ વિષે કંઈ કહી શકાય તેમ નથી. - ખંભાતથી વિહાર કરી સૂરીશ્વરજી અમદાવાદ પધાર્યા સંવત ૧૬૫૬નો ચતુર્માસ ત્યાં કર્યો. સમ્રાટ અકબર એ સમયે બરહાનપુર આવ્યા હતા. એમણે સૂરિજીનું સ્મરણ કર્યું. એ પછી એમણે ઈડર આદિ ગામમાં ધર્મોન્નતિ કરી પાછા રાજનગર પધાર્યા. અત્રે મંત્રીશ્વર કર્મચન્દ્રજીનો દેહાંત થયો એટલે સમગ્ર સંઘ પર શેકની ઘેરી છાયા પ્રસરી ગઈ કેમકે મંત્રીશ્વર સત્તરમી સદીના એક ઉજજવળ નરરત્ન હતા,