SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨ .. | * * * * * * * . જ = : યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ પણ સમ્રાટને મળેલાએ પછી તે જેનેને સમાગમ એને કાયમી રહેલે-ને આમ, જૈન દર્શન પરત્વેને એને અનુરાગ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતે રહેલે - - એક દિવસ લાહોરની રાજસભામાં બેઠા બેઠા સમ્રાટ અકબરે ઉપસિથત વિદ્વાને દ્વારા આપણુ ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજીની ભારે પ્રશંસા સાંભળી. એ વિદ્વજને એમની અત્યધિક લાઘા કરતા હતા, તેથી સમ્રાટને એમના દર્શનની અને જૈન ધર્મના વિશેષ ધપ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા થઈ. એણે પૂછયું, “અહીં એમનું કઈ ભક્ત શિષ્ય છે? કે જેના દ્વારા એમને પત્તો લગાવાય” એને ‘ઉત્તરમાં પંડિતએ “મંત્રીશ્વર કમચન્દ્ર”નું નામ આપ્યું. ત્યારે સમ્રાટે મંત્રીશ્વરને બોલાવી માનભરી રીતે પૂછયું કે “હે મંત્રીશ્વર! તમારા ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજી હાલમાં કયાં બિરાજે છે? કઈ એવો ઉપાય જે કે જેથી તેઓ શ્રી જેમ બને તેમ જલ્દી અહીં પધારે” ત્યારે મંત્રીવરે વિનયપૂર્વક જણાવ્યું કે “તેઓ તે અત્યારે ખંભાતમાં બિરાજે છે, પરંતુ ગ્રીષ્મ ઋતુમાં દૂર દેશથી અત્રે આવવું ખૂબ કઠણ છે, કેમ કે તેઓ કે સવારી તો કરતા નથી, અને -આવા આકરા તાપમાં વૃદ્ધાવસ્થામાં આવવું પણ વધારે કષ્ટદાયી નીવડે.” ત્યારે સમ્રાટે કહ્યું, કે “જે તેઓ ખુદ જલ્દી ન આવી શકે તે એમના શિષ્યોને બોલાવવા માટે તે બે શાહી પુરુષને અવશ્ય મેકલી આપ.” ત્યારે મંત્રીકવરે વાચક માનસિંહજી (મહિમરાજજી)ને બોલાવવા શાડી દૂતને વિનંતિ પત્ર સહિત સૂરિજી પાસે મેકલી આપે. *તપગચ્છને પ્રભાવક આચાર્ય શ્રીમાન હીરવિજયસૂરિજીના સમાગમથી અકબર પર સારો પ્રભાવ પડયો હતો, જેના પરિણામે એણે ક્રિયાકર વિગેરે છેડી દીધેલ, કેટલાંય દિવસો સુધી અમારિ’ ઉદ્દે ઘણાના ફરમાન પત્ર દ્વારા અનેક જીવને અભયદાન પ્રાપ્ત થએલ.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy