________________
પણ
સ્વામી જિનાલયસ્થ મંડોવર ખરતર ગચ્છ ઉપાશ્રયના ટ્રસ્ટીઓને ઉપદેશ દઇ ત્યાંના જ્ઞાનખાતાથી પ્રકાશિત કરાવ્યા તેમ આના પ્રકાશન માટે વિભિન્ન ભાવુકોને. જેમની નામાવલી જુદા પેજમાં આપેલ છે. ઉપદેશીને ૪૭૪૧) ની રકમ મહાવીરસ્વામિના ટ્રસ્ટીઓને અપાવી. જેના શુભ પરિણામે ‘મણિધારી જિનચંદ્રસૂરિ'ના પ્રકાશન પછી આજે છ વર્ષે આ ગ્રંથ ગુરૂદેવના ભક્ત પાઠકોના કરકમલમાં આવી રહ્યો છે. આટલું વિશ્લેષ થવાનું કારણ પ્રેસની અવ્યવસ્થિતતા તેમજ સંપાદકના શરીરની અસ્વસ્થતા છે.
७
આના પ્રૂફ સંશોધનાદિમાં સાવધાની રાખવા છતાંએ છદ્મસ્થ સ્વભાવ સુલભ અનાભોગાદિકારણે તેમજ પ્રેસની ગફલતના અંગે જે કાંઇ પણ ભૂલ યા ત્રુટિ દષ્ટિગત થાય તો તે સુધારી વાંચવા સુજ્ઞ પાઠકોને નમ્રભાવે પ્રાર્થના છે. ઇતિ શમ્ ।
સં. ૨૦૧૮ (ગુ. ૧૭) આષાઢી પૂર્ણિમા કલ્યાણ ભુવન-ધર્મશાળા પાલીતાણા ( સૈારાષ્ટ્ર)
લિ: સ્વર્ગીય અનુયોગાચાર્ય શ્રીમન્કેશર મુનિજી ગણિવર વિનેય બુદ્ધિ સાગર ગણિ