________________
૭૪
રૂપ પંચ પરમેષ્ટિની પરમ ભક્તિ મન વચન શરીરથી કરવી, વિશ્વના તમામ જીવે ઉપર કરણા કરવી, તેમને દ્રવ્ય અને ભાવથી મદદ કરવી. ભાવ મદદ તે તેમનામાં સુતી પડેલી આત્મશક્તિને જાગૃત કરાવવી, અને પવિત્ર ચારિત્રમાં પ્રીતિ. કરવી એ પુન્ય બંધનું કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દેશવિરતિ, સમ્યક્દ્રષ્ટિ ઈત્યાદિ પૂજ્ય પુરૂ
ની નિંદા કરવી, જી તરફ નિર્દયતા રાખવી-વાપરવી, નિંદનીક આચરણ કરવાં, તેમાં પ્રીતિ રાખવી તેથી પાપને બંધ થાય છે. નિત્ય શાશ્વત સુખને નહિં માનનારા, મુગ્ધ બુદ્ધિવાળા જ પુન્યથી સુખની પ્રાપ્તિ અને પાપથી દુઃખની પ્રાપ્તિ થતી હોવાથી પુન્યને સારું માને છે અને પાપને ખરાબ માને છે. પણ પુન્ય અને પાપ બનને સરખાં છે. કેમ કે પુન્ય તથા પાપ બનેથી જન્મ મરણ રૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરવું પડે છે. પુન્યથી , આત્મા કાંઈ નિર્મળ–શુદ્ધ થતો નથી, એટલે આત્માની નિર્મળતાને જેવા ઇચ્છતા જીવે તે પુન્ય અને પાપમાં ખાસ કાંઈ વિશેષતા અંગિકાર કરતા નથી-માનતા નથી.
જે મનુષ્ય વિષય સુખથી પાછા હઠીને પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરે છે તે પુન્ય પાપ બુદ્ધિને–પુન્ય પાપ રૂપે પરિણમવાના પરિણામને ત્યાગ કરે છે. કેમકે આ શુભા શુભ પરિણામેજ સંસાર અટવીમાં દુઃખરૂપ વાઘના મોંઢામાં