________________
૧.
છે. આ ઉપરથી નિર્ણિત થાય છે કે રાગાદિ ભાવે કર્મથી -ઉત્પન્ન થનારા છે, આત્માના ઘરના નથી.
સેનું ખાણની અંદર માટીની સાથે લાંબા વખતથી હોય છે છતાં સોનું એ માટીરૂપ થતું નથી અને માટી સોનારૂપે થતી નથી, તેમ જીવને કર્મની સાથે અનાદિ સંબંધ હોવા છતાં જીવ કપને પ્રાપ્ત થતું નથી, અને કર્મ જીવપણને પ્રાપ્ત થતાં નથી.
સાચું સુખ આત્મામાં છે, કમના અભાવવાળી દશામાં છે. આત્મા પોતે કર્મ ઉપાર્જન કરતા નથી પણ રાગદ્વેષાદિ ભાવથી કર્મ ઉત્પન્ન થાય છે માટે રાગાદિભાવ અને કર્મોને આપસમાં કાર્યકારણ ભાવ છે, આત્માને તથા કર્મોને કાર્ય કારણભાવ નથી. શાસ્ત્રોની અંદર કર્મના ઉદયથી -ઉત્પન્ન થયેલા ઉદયિક, ઉપશમિક અને ક્ષાપશમિક ભાવો વિવિધ પ્રકારે વર્ણન કરેલા છે તે બધા ભાવ અપેક્ષાએ અચેતન–જડ છે.
જે -લાગણીઓ કમના ઉપશમ થવાથી થાય તે ઉપરામિક ભાવ છે. કર્મના ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાવિકભાવ છે. કર્મના ક્ષપશમથી જે ભાવ પ્રગટે તે ક્ષપશમિક છે. કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઉદયિક "ભાવ છે. અને જેમાં કર્મને ઉપશમ, ક્ષય, ક્ષાપશમ કે ઉદય કારણરૂપ ન હોય અને જે જીવના સ્વભાવથી જ થાય તે પરિણામિક ભાવ છે.