________________
૧૦૮
૪૦ જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ, તેમ તેમ કર્મનો ક્ષય થશે. જ્યાં સત્કષ્ટ શુદ્ધિ ત્યા સંસ્કૃષ્ટ સિદ્ધિ થાય છે.
૪૧ વિષય ઈચ્છાથી જેનુ મન ઇડિઓ સતાપિત છે તેને શીતળ આત્મસુખની પ્રાપ્તિ ક્યાંથી થાય ?
કર નિરાશા વખત મહાત્મા પુરૂષનાં ચરિત્રે સભારે. તેમને સતત અને લાંબા કાળનો પ્રયત્ન તપાસો. તેઓએ નીરાશ થઈને પ્રયત્ન મૂકી દીધો હોત તો મહાત્માના નામને લાયક થાત કે જે જગતને અનુકરણીય થાત કે ? માટે નીરાશ ન થાઓ, આગળ ચાલે.
૪૩ આગળ વધનારનેજ વિન આવે છે, અને તેની યોગ્યતાની પરિક્ષા પણ ત્યાં જ થાય છે, ધનવાનને લુટાવાનો ભય છે. ચડેલાનેજ પડવાને ભય છે, પણ તેથી ગભરાશે નહિ. કવ્ય, ક્ષેત્ર, કાલાદિ અનુકુળ આલબને લઈ ઉત્સાહથી પ્રબળ પ્રયને આગળ વધે, ચાહમ કરીને ચાલે, અવશ્ય વિજયજ થશે.
૪૪ જો તમારે આગળ વધવું છે તો તમારો સર્વ સ્થળે પથરાયેલ હ. પ્રેમ. આશક્તિ કે લાગણીને ખેંચી લ્યો અને સર્વ તરફ વિરાગભાવ કરે. તે સર્વ લાગણીઓને એક આત્મભાવ તફજ વાળે, તે કર્તવ્યને જ મુખ્ય કરે, બાકીનાં કર્તવ્યને ગૌણ કરે, જરૂર આગળ વધશે.
૪પ જે તુ વીર પરમાત્માની આજ્ઞાપાલક નિગ્રંથ જ હોય તે તારે વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રમત્તપનું અને અપ્રતિબદ્ધપણું રાખવું જોઈએ.
૪ વિષયને વિશ્વાસ જરા પણ કરવા લાયક નથી. મને અંતદષ્ટિ થઈ છે એમ ધારી તે વિષયોને જરાપણ વિશ્વાસ ન કરજે.