________________
૧૦૩
૧૨ જે મનુષ્ય પોતાને વશ કરતાં અને કાબુમાં રાખતાં શીખે છે તે જ મનુષ્ય બીજાને વશ રાખી શકે છે અથવા આજ્ઞા કરી શકે છે.
૧૩ જેઓ શાંતિપ્રિય છે, ભયરહિત છે, વિચારશીલ છે, અને સંયમવાન છે, તેઓને માટે જગલ, ઉદ્યાન કે પર્વતના શિખરનું એકાંત સ્થાન હિતાર્થે ઉત્તમ છે.
૧૪ હલકી વાસનાઓ, મનની અસ્ત વ્યસ્ત સ્થીતિ, વચનની ચપળતા. અને શરીરને અસયમ એ પોતાની શક્તિને દુરૂપયોગ છે, અથવા શક્તિને વિખેરી નાખનાર સાધન છે.
૧૫ જે વસ્તુ સ્વભાવથીજ અનિત્ય અને વિયોગશાળ છે, તે વસ્તુ ઉપરની લાગણીથી શાશ્વત સુખ મેળવવાની આશા કેમ રાખી શકાય ? અનિત્ય અને વિગશાળ વસ્તુઓ ઉપર રાગ ધરવાનું કે તેને માટે ગુરવાનુ મૂકી દેવુજ જોઈએ અને નિત્ય, સ્થાયી વસ્તુનું મનન, સ્મરણ. પરિશીલન. અને એકી કરણ કરવું જોઈએ. તો જરૂર શાશ્વત વસ્તુરૂપ (આત્મ સ્વરૂપ) થઈ રહેવાશે.
૧૬ તમે તમારી વસ્તુ બીજાને દાનમાં આપી દ્યો છે, તે છતાં જ્યારે તેના તરફથી તમારો આભાર માનવામાં ન આવે તે વખતે જે તમારું દીલ દુભાય તે સમે અવશ્ય સમજજો કે તમે આપેલુ દાન ખરા પ્રેમનું ન હતું. પણ ખાટી મગરૂરીનું પરિણામ હતું.
૧૭ ધન વગર કરેલી માત્ર અરજ રૂપ સ્તુતિ, પ્રાર્થના અથવા માગેલી માશી, તે જીવ વગરનાં ખાલી ખાં સમાને છે. આવી પ્રાર્થના કે માણી. મનુષ્યને પાપ કે દુઃખથી મુક્ત કરી ઉચે લઈ જઈ શકતી નથી.