________________
એવી આફતને લીધે જ તેમનાં નામ અમર થવા સાથે દુનિયાને માટે લાભ થા છે.
૨૮ હું જે સ્થીતિમાં હોઉં તે સ્થીતિમાં સંતોષ માનવાને મને અભ્યાસ પડી ગયો છે. તેથી મને દરિદ્ર તરફની બીલકુલ ચિતા નથી.
૨૯ સારાં કામ કરનાર કદી નકારી ગતિને પ્રાપ્ત થતી નથી.
૩૦ અન્ન, વસ્ત્ર, પાણી અને છાંયા એટલી વસ્તુઓજ જીવન નિર્વાહ માટે આવશ્યક છે અને તે વસ્તુઓ ભેડા પરિશ્રમથી પ્રાપ્ત થઈ શકે છે, માટે નિર્વાહ સારૂ ચિંતાતુર રહેવાની બીલકુલ જરૂર નથી પણ તૃષ્ણને લગામ નથી હોતી.
૩૧ વિકટ પ્રસંગે ખેદ ન કરે, તેમ ના ઉમેદ થઈ જવું નહિ પણ કમર કસીને તેની સામે બાથ ભીડવી. મુસીબતોથી ડરીને નાશી જતાં તે આપણું પાછળ પડી આપણને પકડી પાડ્યા સિવાય રહેતી નથી, પણ હિમ્મતથી તેની સામે થતાં તે પાછી હઠી જાય છે અને આપણે વિજય થાય છે.
૩૨ મહાન પુરુષોનું ખરું સામર્થ વિપત્તિને પ્રસંગેજ પ્રગટ થાય છે, સંપત્તિના પ્રસંગમાં તેટલું પ્રગટ થતુ નથી. અગરને દેવતામાં નાખ્યાથી તેમાંથી જે સુગધ પ્રગટ થાય છે, તે સુગધ બાહાર હોય છે ત્યારે તેટલી દેખાતી નથી.
૩૩ સંપત્તિના પ્રસંગમાં મહાન પુરુષોનું ચિત્ત કમળ જેવું કમળ હોય છે પણ વિપત્તિના પ્રસંગમાં તે પર્વતથી પણ વધારે કઠીન મન હેય છે.
૩૪ જગતમાં સંકટ કાતિ કરેલ કર્મની શિક્ષા તરીકે હોય છે અથવા આગામી સંકટથી સાવધ રહેવાની ચેતવણું રૂપે હોય છે.