________________
ગુરજ રહેતી નથી, તેથી તેમને આત્મ અવલંબન ગુણુ નાશ પામે છે, તેઓ એશીકરા, આળસુ અને અવિચારી થઇ જાય છે, આળસ અને અવિચારને ઉત્તેજન મળે છે, અનુદ્યમી ભીખારીને કાળ ખટપટ્ટમાં જાય છે, તે વર્ગમાંથી સાધારણ ગુન્હા કરનાર માણસા ઉત્પન્ન થાય છે, આવાગેને ભિક્ષા આપવી તે પેાતાના ખરચે ગુન્હેગાર મંડળી ઉભી કરવા જેવું છે, જેનું વર્તન સમાજની ઉન્નતિ કરવામાં સહાય ભૂત થઇ પડે તેનેજ પાપકાર કરવા જોઈએ.
૪૨ અસ્થાને અને અઘટિત રીતે તથા પ્રમાણ વગરની યા દેખાડવાથી દુનિયા ઉપર જેટલા અપકાર થાય છે, તેટલેા ખીજા કશાથી થતા નથી. બહાર દેખાઈ આવતા સંકટની આપણી ધ્યાવૃત્તિ ઉપર ભારે અસર થાય છે, તેથી તેનું દુઃખ દૂર કરવા આપણે એકદમ કમર કસીને તૈયાર થઈએ છીએ, તે વખતે એટલે! વિચાર કરવા પણ ચેાલતા નથી કે, આપણા કૃત્યનાં દેખાતાં અને પ્રત્યક્ષ પરિણામ કરતાં, છુપાં અને પરાક્ષ પરિણામ વધારે વિશાળ અને દૂરગામી હાય છે. નાના અનર્થને ટાળવા જતાં ખીજે નહિ ધારેલે અનર્થ ઓજી ખાજુએથી છુપીરીતે ડાકુ શુ કરે છે, અને તેની માઠી અસર વધારે વિશાળ અને બહેાળા વિસ્તારમાં થાય છે.
૪૩ જે મા બાપ બાળકને અત્યત લાડલડાવી તેને સ્વચ્છંદ પણે વર્તવા દે છે, વાંક આવ્યા છતાં પણ કોઇ પણ જાતની શિક્ષા કરતાં અચકાય છે, અથવા જે માંગે તે લાવી આપી તેનું મન ન દુભાય તેની કાળજી રાખે છે, તે પેાતાના બાળકના માટે દુઃખી જીવનને પાયે તૈયાર કરે છે. ૪૪ વસ્તુસ્થીતિનું ખરૂં સ્વરૂપ સમજવુ, અને વિકારી પના શક્તિના દેરાયા દારાવું નહિ, આ એ વાતો હમેશાં ધ્યાનમાં રાખવી.