________________
જગતના છેને મેટે ભાગ રાત્રી અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહે છે. નાનામાં નાના જતું. ખનિજ અને વનસ્પતિ આદિના છે અને પશુ પક્ષી મનુષ્યાદિ પણ કઈને કઈ વ્યાપારમાં પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે, તે તે જીવોના હાલવા ચાલવામાં, બેલવામાં, અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જે બારીક નજરથી જોવામાં આવે તો ખાત્રી થશે કે તેની આ સર્વ પ્રવૃત્તિ પર વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની, કે રક્ષણ કરવાની જ હોય છે. નાના બાળક બાળીકાઓથી લઈ મેટા ગણાતા રાજા મહારાજા અને મહારાણુઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તે ખાવાપીવામાં મેજ મજામાં, પહેરવા એહવામાં, અને પર વસ્તુના સંગ્રહ તરફ જ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ વિરલ છવજ જણાઈ આવશે.
* ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મદિરે બધાવનારા મહોત્સવ કરનાર, દાન દેનારા અને પરોપકાર કરનારા અનેક છે. મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા તરફ પુરૂષાર્થ કરનારા કેઈક આવોજ મળી આવશે, કેમકે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુને ત્યાગ કરવાની છે. પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી.
- યમ નિયમ પાળનારા, વ્રત ધારણ કરનારા, ઘોર તપશ્ચર્યા કરનારા, પ્રભુનું પૂજન, અર્ચન. નમન કરનારા, વ્યસનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનારા, પરિપહોસહન કરનારા, રૂપવાન, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા, પુત્રાદિ સંતતિવાળા ઘણા છવા જગતમાં મળી આવવા સંભવિત છે. પણ રાગ મેહને ત્યાગ કરીને