________________
૩૦
કુલની, વર્ણની, પક્ષની, જ્ઞાતિની, પરિજનોની, સંબધીઓની, ભાઈની, પુત્રની, સ્ત્રીની, દેહની, વિકારની, ગુણેની, નગરની, દેશની અને રાષ્ટ્રની ઈત્યાદિ વિવિધ પ્રકારની હૃદયમાં રહેલી લાગણીઓને ભેદીને સહજ ગુણના નિધાન રૂપ આત્મા રહેલો છે. સેવાળને દૂર કરીને જેમ તળાવ પ્રમુખમાંથી મનુષ્યો પાણી પીવે છે, તેમ વિકલ્પ રૂપ સેવાલને દૂર કરીને પિનાની અંદર રહેલા આત્માના ધ્યાનરૂપ અમૃતને કર્મ કલેશના નાશ માટે પીવું જોઈએ.
આત્માના ધ્યાનથી પર બીજી કોઈ તાત્વિક સુખ નથી, આત્મધ્યાનથી પર બીજું કઈ તપ નથી. અને આત્મધ્યાનથી પર બીજે કોઈ મોક્ષનો માર્ગ નથી.
આત્મભાન ભૂલી મેહમાં આશક્ત બનેલા કેટલાએક છે યશને, સુખને, રાજ્યને, સુદર સ્ત્રીને, પુત્રને, સેવકને, સ્વામિત્વને, ઉત્તમ વાહનને, બળને, મિત્રોને, શબ્દ પાંડિત્યને અને રૂપાદિકને પામીને હર્ષ પામતા છતાં પિતાના જન્મને સફળ માને છે, પણ ખરી રીતે વિચારતાં તેઓ આત્મભાન ભૂલેલા હોવાથી આ સર્વ વરતુઓ તેમને અહિતકારી થાય છે. આ સુખમાંથી જ દુઃખ પ્રગટ થાય છે. આ વસ્તુઓમાં મારા તારા પણાની માન્યતાથી અને રાગદેવથી ઉત્પન્ન થયેલાં કર્મો તેમને દુઃખના અને પુનર્જન્મના ખાડામાં ઘસડી જાય છે. હે મનુ ! જડ ચૈતન્યના ભેદવાળા દુર્લભ જ્ઞાનને પામીને ખુશી થાઓ. આ ભેદજ્ઞાનની મદદથી નવીન કર્મો આવવાનો માર્ગ અકા અને આત્મ જાગૃતિના બળે પૂર્વના કર્મોને તેડીને તમારા શુદ્ધ સ્વરૂપ ને પ્રગટ કરે. આ દુખે ભેદી શકાય તેવા કર્મરૂપ પર્વતને ભેદ જ્ઞાનરૂપ વજના બળવડે ઘણું શેડા વખતમાં ભેદી નાખો.
એ જીવો યશને,
પુત્રને, સેવકને સ્વામિ
ળને, મિત્રને