________________
૧૦
મુકાણું હેવાથી વિકલ્પ વિનાનું રહે છે, તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હુ કચાશ નહિ રાખુ. આત્મજાગૃતિ થવી તેજ ધર્મની યુવાવસ્થાને કાળ મારા માટે છે.
નિગી શરીર, લાંબુ આયુષ્ય, અનુકુળ સોગ અને સદ્દગુરૂને સમાગમ; એ આગળ વધવામાં મહાન મદદગાર છે, માટે હવે હું મારા આત્માની પ્રાપ્તિ કરવામાં કચાશ નહિં રાખુ.
પ્રકરણ છઠું.
આત્મસ્મરણની પ્રતિજ્ઞા. सुख दुख महारोगे, क्षुधाढीना सुपद्रवे ।
चतुर्विधोपसर्ग च, कुचिद्रुप चितनं । १ । “સુખમાં, દુઃખમાં, મહાન રેગમાંસુધા આદિના ઉપદ્રવમાં * અને દેવાદિકના ચાર પ્રકારના ઉપસર્ગના પ્રસંગમાં પણ હુ આત્માનું ચિંતન કરીશ. ૧.” ' જેવી રીતે દુખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભૂલાય છે. મહાન રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. સુધાને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. તેમજ દેવ, મનુષ્ય અને તિર્યચના તેમજ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મસ્વરૂપની ખરી દૃઢતા, અને પૂર્ણ જાગૃતિ હોય તોજ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મજાગૃતિ બની રહે છે. આત્મભાનમાં જાગૃત થયેલ