________________
કરનાર પ્રશ્ચાત્તાપ કરીને નિરાશ ન થઈ જાય પણ શુરવીર થઈને થયેલી ભૂલને સુધારે અને પ્રભુના માર્ગમાં આગળ વધે તેટલા માટે જાગૃત થયેલ આત્મા આગળ વધવા માટે આત્મમરણની પ્રતિજ્ઞા કરે છે એ વાતને જણાવનારું છ પ્રકરણ આપવામાં આવેલ છે. આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરનાર જીવ જે પિતાને કરવા એગ્ય માર્ગને અજાણ હોય તો આત્મસ્મરણથી પ્રગટ થતી શક્તિને ઉપયોગ એક માર્ગ કરી બેસે, અથવા એકલા વ્યવહારને માર્ગે દોરવાઈ જઈ ખરું કર્તવ્ય ભૂલી જાય અથવા એકલા નિશ્ચયના માર્ગને જાણીને કર્તવ્ય કરતા અટકી બેસે તેટલા માટે નિશ્ચય અને વ્યવહાર માર્ગોની સમજ આપનારું સાતમું પ્રકરણ આપવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહારને જડ વસ્તુની બનેલી વિવિધ આકૃતિઓમાં તથા ચેતને આત્મામાં બનતા વિવિધ ઉપયોગમાં યથાયોગ્ય પણે મૂળ વસ્તુનું ભાન કાયમ રાખીને યોજવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે નો નિશ્ચય વ્યવહારના એકલા જ્ઞાનથી વિશેષ લાભ થતો નથી એટલા માટે આઠમા પ્રકરણમાં જડ ચેતનને વિવેક બતાવવામાં આવ્યો છે. આમ જડચેતનના વિવેકનું જ્ઞાન કરનાર જીવે મેહનો અવશ્ય ત્યાગ કરે જોઈએ. જે મહિને ત્યાગ કરવામાં ન આવે તે જડ ચેતનને વિવેક નકામે છે એ બતાવવા માટે નવમા પ્રકરણમાં મેહને ત્યાગ કરવા સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. મેહનો ત્યાગ કરનાર જરૂર અકારનો ત્યાગ કરે, કેમકે અહકાર એ ભવ વૃક્ષનું બીજ છે. અહવૃત્તિ કામ ક્રોધાદિ મહિના બધા સુભટોનું જીવન છે, તે હેયતા જ તેમની હૈયાતિ છે. અહકારમાંથી તેમને પોષણ મળે છે માટે દશમા પ્રકરણમાં અહંકારને ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે.
વ્યવહારમાં મોહ તથા અહકાર વિગેરેનો ત્યાગ કરનારા મળી આવે છે પણ તેઓ આત્મ તરફ પ્રવૃત્તિ કરતા ન હોવાથી આત્માની ઉજવળતા પ્રગટ કરી શક્તા નથી. આત્માની ઉપાસના વિના આત્માની નિર્મળતા પ્રગટ થતી નથી એ બતાવવા માટે આત્માની ઉપાસના કરનારા છો કેઈકજ હોય છે તે બાબતનું અગીયારમું પ્રકરણ છે.