________________
૧૫૬
આગળ વધી શકે છે, જેને મોક્ષ ઉપર શ્રેષ નથી તેઓને પણ ધન્ય છે. તે મહાત્માઓ અવશ્ય કલ્યાણરૂપ ફળના ભેગી થાય છે.
મોક્ષનો ઉપાય સમ્યકજ્ઞાન દર્શન ચારિત્રરૂપ જે જિનેશ્વર દેવે વર્ણવે છે–બતાવ્યું છે તેના તરફ પ્રવૃત્તિ કરવી તે દૂર રહે પણ પાપી જીવે તે ઉલટા તે સઉપાયને મલીન કરવાની–વખેડવાની પ્રવૃત્તિ કરે છે. તે સમ્યફ જ્ઞાનાદિની આરાધના કરવાનું જેમ મહાન ફળ કહેલું છે તેમજ તેની વિરાધના કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ પણે કહેલી છે. જેમ ઉંચા સ્થાન ઉપરથી પડવું અને વિષવાળા અન્નથી -તૃપ્તિ કરવી તે દુખરૂપ થાય છે તેમ જ્ઞાનાદિ સમ્યક્ માર્ગને મલીન કરવાથી તેની નિંદા કરવાથી–તે તરફ દૃષ રાખવાથી અનર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રમાદ, જી મરશે કે પીડા પામશે તેની દરકાર રાખ્યા વિના અયતનાએ પ્રવૃત્તિ કરતાં, જીવ મરે કે ના મરે છતાં પ્રમાદી જીવને તે હિંસા લાગે જ છે. પણ જેઓ નીચી દષ્ટિ રાખી ઉપયોગની જાગૃતિ પૂર્વક ચાલે છે છતાં શરીરની અસ્થિરતાને લઈને જીવની વિરાધના થઈ જાય તે પણ યતના પૂર્વક ચાલનારાને-પ્રવૃત્તિ કરનારાને કર્મને બંધ થતું નથી, કેમકે તે પોતાની જાગૃતિને ઉપયોગ બીજાને નુકશાન ન થાય તેવી લાગણી પૂર્વક કરી રહ્યો છે.