________________
પાકેલા અને નહિં પણ પાકેલાં બને કર્મોની નિજ થાય છે. જેમ વનમાં દાવાનળ લાગવાથી સુકાં અને લીલા બન્ને પ્રકારનાં વૃક્ષો બળીને ભસમ થાય છે, તેમ ધ્યાનના અભ્યાસ વડે પાકેલાં અને નહિં પાકેલાં કર્મના સંચય બળી જાય છે–ખરી પડે છે. કષાને દૂર કરીને જે સાધુ વિશદ્ધ ધ્યાનને અભ્યાસ કરે છે તેને કમની સકામ નિર્જશ થાય છે. નિજેરામાં મુખ્ય કારણ ધ્યાન છે. કષાયનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ કમેને સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેજ કર્મની નિજ કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ સકામ નિર્જરા થતી નથી, ખરી વાત છે કે નવું પાણી આવ્યાજ કરતું હોય તે સરોવર કયાંથી ખાલી થાય ? જે સરોવરમાં નાળાં દ્વારા પાણી આવ્યા કરતું હોય તે સરોવર ખાલી થઈ શકતું નથી, તેમ જ્યાં સુધી કષાયાદિ દ્વારા જીવ રૂપ સરોવરમાં કર્મ રૂપ પાણી આવ્યા કરતું હોય ત્યાં સુધી આત્મારૂપી સરવર કેવી રીતે ખાલી થઈ શકે ? અર્થાત્ નજ થઈ શકે અર્થાત આવતાં કર્મને અટકાવવારૂપ સંવર કરવામાં ન આવે ત્યાં સુધી સકામ નિર્જરા થતી નથી.
આત્માનાં સ્વભાવરૂપ જ્ઞાનદર્શન ચારિત્રનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી કર્મને ક્ષય થાય છે. દયાનમાં મનની મુખ્યતા છે, તે મન જડ માયામાં વારંવાર દોડાદોડ કરે