________________
(
के अनमः મહાવીર પ્રકાશે
પ્રકરણું પહેલું. ૧.
આત્મ સ્વરૂ૫. કર્મસંબંધરહિત, જ્ઞાનતત્વ, અમર, સહજ સ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું નમન
આ વિશ્વમાં ચૈતન્ય અને જડ એ બે વસ્તુને મૂકીને બીજી કોઈપણ વસ્તુ નથી. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળા જીએ તેબન્નેનાં લક્ષણે જાણવાં જોઈએ. જેઓ આ બંનેનાં સ્વરૂપને પરમાર્થ દષ્ટિએ જાણે છે તે અજી વને ત્યાગ કરી જીવતત્વમાં લીન થયા છે જીવતવમાં લીન થતાં રાગદ્વેષને નાશ થાય છે, રાગદ્વેષ દૂર થતાં નવીન કર્મો આવતાં અટકે છે અને પૂર્વે બંધાયેલાં કર્મો ઓછો થઈ જાય છે, આમ નવીન કર્મોનું બંધ થવાથી અને જુનાં કર્મોને નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.