________________
આ પ્રમાણે આત્માની મલીનતાના કારણને સમજીને દુઃખના બીજરૂપ મોહને જેઓ ત્યાગ કરે છે તે છે આવતા કર્મને અટકાવવા રૂપ કર્મનો સંવર કરે છે. જે મનુષ્ય શુભાશુભ પરદ્રવ્યમાં રાગદ્વેષ કરે છે તેઓ ઘણું લાંબા વખત સુધી તપ કરે તે પણ તેઓની શુદ્ધિ કોઈ પણ પ્રકારે થતી નથી. એક માણસ સ્નાન કરીને તરતજ ધૂળમાં–કીચડમાં આળોટે તે તેનું સ્નાન નિષ્ફળ છે, કેમકે સ્નાન કરવાનો ઉદ્દેશ બેલદૂર કરવાનો છે, તે પળમાં આ બેટવાથી નિરૂપયેગી થાય છે, તેમ તપ કરવાને ઉદ્દેશ કર્મમળને શુષ્ક કરીને નિર્જરી નાખવાને-દૂર કરવાનો છે, તે રાગદ્વેષ કરવાથી પાર પડતું નથી, માટે આત્માની વિશુદ્ધિને અર્થે પ્રથમ રાગદ્વેષનો ત્યાગ કર જોઈએ. જે તેને ત્યાગ કરવામાં ન આવે તે કર્મનાં ફળ ભેગવતાં દુખની પરંપરાના કારણરૂપ આઠ પ્રકારનાં કર્મ બાંધે છે. જેઓ કર્મના સર્વ પાકને–ઉદયને પુદગલ રૂ૫ સમજીને તેમાં આશક્ત ન થતાં તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે તે સર્વ કર્મ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ થઈ રહે છે. જેઓ શુદ્ધ ઉપયોગમાં રહે છે તેઓ કર્મ ગ્રહણ કરતા નથી અને પૂર્વે હુણ કરેલ કર્મને ત્યાગ કરે છે. જેઓ મિથ્યા જ્ઞાનથી મલીન છે, શુભાશુભ ઉપગે પરિણમી રહ્યા છે તેઓ કર્મ ગ્રહણ કરે છે અને મૂક્યા કરે છે.