________________
અનાદિકાળથી સલેશ્યવીર્યરૂપ ગવ પ્રતિસમય કર્મ ગ્રહણ કર્યો જાય છે માટે તેવા જ સંસારી જીવ કહેવાય છે, અને કર્મસંબધથી સર્વથા મુક્ત થયેલા અને પુનઃકેઈ કાળે પણ કર્યગ્રહણ નહિ કરનાર સુકત આત્મા અથવા સિદ્ધકહેવાય છે. આત્માની મૂળ દશા અનતજ્ઞાન--અનંતદર્શન-અતચારિત્ર-અનંતવીય–અને અનંત ઉપગમય છે છતાં કર્મના સંબંધથી મદિરાવડે ઉન્મત થયેલા મનુષ્યવત્ વિવિધ પ્રકારની વિભાવિક ચેષ્ટાઓ કરે છે, -વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી અનાદિકાળથી ભવભ્રમણ કરે છે, ‘એ પ્રમાણે શ્રીસર્વએ સાક્ષાત્ અનુભવેલું અને દેખેલું અને કહેલું કહેવાથી-છોને સદગતિ દુર્ગતિ આપનાર કર્મ છે, પરંતુ અમુક ઈશ્વરાત્મા છે એમ મનાય નહિં. વળી બુદ્ધિથી વિચારીયે તે અનંત - જીજ્ઞાનાદિ ગુણમાં એક સરખા છતાં પણ કોઈ રાજા, કઈ ૨ક, કે ઉચા કે નીચ, કઈ મહદ્ધિક કે અલ્પર્ધિક, કેઈ બળવાન કેઈ નિર્બળ, કોઈ બુદ્ધિશાળી કે મૂર્ખ ઈત્યાદિ તફાવત હોવાનું * કંઈપણ કારણ હોવું જોઈએ, અને તે કારણ કર્યું છે એમ શ્રી સવજ્ઞાએ પોતાના જ્ઞાનમાં દેખેલું છે, કેટલાક અન્ય દર્શન છની અને જગતની વિચિત્રતામાં ઈશ્વરેચ્છાને કારણરૂપ માનીને - કહે છે કે ઈશ્વરે પૃથ્વી-જળ અગ્નિ-વાયુ-આકાશ-વનસ્પતિ-જીવ - ઈત્યાદિ અનેક પદાર્થો પિતાની લીલા દર્શાવવાને બનાવ્યા, વૃક્ષનું
એક પાંદડું પણ ઈશ્વરની પ્રેરણા વા ઈચ્છા વિના હાલતું નથી, ડિજીને સ્વર્ગ-નરક-સુખ-દુખ ઈત્યાદિ આપનાર એક ન્યાયી ઈશ્વર
છે, એક ઘડે પણ કુંભાર વિના બનતું નથી તે આવડું મોટું જગત તે ઇશ્વર વિના કેમ બને? ઈત્યાદિ રીતે અન્ય દર્શનીચે જગવિચિત્રતાનું કારણ ઈશ્વર માને છે, પણ જેન–અને મધ એ એ દશને અતિ રસ્પષ્ટ રીતે કુદરતને જ કારણરૂપ માને છે, કારણકે "ધર્માસ્તિકાયાદિ ૫ પદાર્થો અનાદિકાળથી સ્વતઃસિદ્ધ (કેઈએ પણ નહિ બનાવેલા એવા) છે, તેમાં ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે, અને તે બેનું અસ્તિત્વ અન્ય દશામાં પ્રગટ રીતે કહ્યું નથી પણ આકાશ-પુદ્ગલ ને જીવ એ ત્રણનું અસ્તિત્વ અનેક