________________
|
_
-
-
,
,
સાચો તપ કયો કહેવાય?
(૬૯૧). સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પરિણામ જ્યાં હીન થાય અને મન વાણી કાયાની શક્તિયોની ક્ષીણતા થાય તથા આત્માના યોગને હદબહાર ઉપયોગ કરીને તેનો નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઈએ. મન વાણી અને કાયાના ચગેની શક્તિ ન ઘટે અને આત્માના જ્ઞાનદિગુણને વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી રીતે સ્વાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિ પર જય મેળવવાને જે જે આચારેને આચરવા અને વિચારોને કરવા તેને તપ કથવામા આવે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં વાત્માની સમાજની સંઘની અને વ્યાવહારિક સામ્રાજ્યની શક્તિવર્ધક તથા આત્મસમાધિવર્ધક જે જે કર્મો-જે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને તપ અવધવું. દુરિવાજો દુષ્ટાચારે હાનિકર આચારે અને દુષ્ટ વ્યસને વગેરેને સમાજમાથી સંઘમાથી અને રાજ્યમાંથી નાશ કરવા જે જે શુભપ્રવૃત્તિ કરવામા દુખને-કોને સહવા તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કળે છે, પરંતુ ઉપવાસ બાદ પુના શરીરમાં ધાતુપુષ્ટિ થતા વાસનાઓ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદિની શાતિ થતી નથી પરંતુ તે સાથે મનમાથી વાસનાઓ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય-આન્તરિકશક્તિની વૃદ્ધિ કરે અને મલિનતાને નાશ કરે એવું સવાધિકાર ક્ષેત્રકાલાનુસાર તપ કરવું જોઈએ. શાસ્ત્રવિધિના અનુસારે દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશકિતએ તપ કરવું જોઈએ. મનુષ્યની પારમાર્થિક અને આત્મોન્નતિકારક સર્વપ્રવૃત્તિના ગર્ભમા તપ રહેલું છે તે ગુગમપૂર્વક અનુભવ ગ્રહવાથી અવબોધાય છે. આવતમા પૂર્વે ગાડરીયા પ્રવાહની દષ્ટિએ તપ થતા નહોતા તેથી તે વખતમાં આર્યાવર્તન લોકેની સર્વપ્રકારની ઝાઝલાલી વર્તતી હતી. રાગ-દેષઈષ્ય-નિન્દા-કામ વગેરે અન્તરશત્રુઓને નાશ કરવો એ સત્તમ તપ છે. પૂર્વે ચારે વર્ણમા અને ત્યાગીઓમાં કદાગ્રહ, વૈર, કધ, માન, માયા, લોભ આદિ દુર્ગુણેના નાશાથે જે જે પ્રવૃત્તિ થતી હતી તેને તપ માની તેમાં લેકેની પ્રવૃત્તિયો થતી તેથી આયેની આર્યતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી હૃદયની શુદ્ધિ કરવી તેને સત્ય તપ કથવામા આવે છે. વિષયવાસનાઓના જોરથી આત્મા દાસ જેવું બની જાય ત્યા તપની શકિત જણાતી નથી. સત્ય, નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભોગ, વિજ્ઞાન, સમાધિ, પરોપકાર, ચદ્વિભાવ વિશ્વ પર બ્રહ્યભાવ વગેરે ગુણો જે પ્રવૃત્તિથી ખીલે અને આત્મવાતંત્ર્યની શકિતને વિકાસ થાય અને તપ અવધવું-રજોગુણ અને તમોગુણીતપને પરિત્યાગ કરીને સાત્વિકતપ આદરવું જોઈએ. કે જેથી નિરાસક્તકર્મવેગીની પદવી પ્રાપ્ત થાય. મવૃત્તિને આત્મામા લય થાય અને આત્મા અનંતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી ધ્યાનસમાધિદશાને પરમત કહેવામાં આવે છે યમ નિયમથી કે પરમાત્મપદ પ્રાપ્ત