SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - મહાપુએ આધ્યાનથી મેળવેલ સિદ્ધિ ( ૬૩૫) તેથી શુદ્ધધર્મના સંસ્કારોની વૃદ્ધિ થશે અને તેનું પરિણામ એ આવશે કે સર્વ જીની સાથે સ્વાત્માની અભેદતા અનુભવાશે. ઉપર્યુકત શુદ્ધધર્મની પ્રાપ્તિથી વિશ્વવ્યાપક અભેદ સંબંધતાની પ્રાપ્તિની સાથે નિર્ભય નિર્મળ પરમાત્માનું પ્રાકટ્ય સાક્ષાત સ્વાત્મામા થએલુ અવધશે. આત્માને શુદ્ધધર્મ સર્વત્ર સર્વ દેહીઓમાં એક સરખે છે તેને પ્રકટાવવા માટે દેશકાલાનુસારે જે જે સદુપાયે લાગે તે સેવ્યાથી વિશ્વના ખરેખરા કર્મ યોગીઓની પદવી પ્રાપ્ત કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મ એ જ વિશ્વ-વર્તિમનુષ્યને સત્યધર્મ છે અને તેથી સર્વ જીવોની સાથે અભેદતા કરી શકાય છે તથા પ્રભુમયજીવન પ્રાપ્ત કરી શકાય છે. તેમા ધર્મની તકરાર વા સંસારના કલેશ નથી. તેમા ઉચ નીચ ભાવ નથી, માટે કર્મચાગીઓએ એવા આત્માને શુદ્ધધર્મને પ્રચાર કરવા માટે જે બને તે સર્વે કરવું, અને વિશ્વમાં શુદ્ધધર્મને પ્રચાર કરો કે જેથી લઘુ વર્તલપ બનેલા ધર્મોથી પણ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી શકાય અને રાગદ્વેષાદિ અશુદ્ધ ધર્મોને નાશ થાય. શરીરમાં આત્મા છે તાવતું સર્વ પ્રકારના ધર્મોને વિચાર કરી શકાય છે. જેનાથી સર્વ પ્રકાશ થાય છે એ આત્મા શરીરમાં છે તેના વિના અન્યત્ર શુદ્ધધર્મ નથી. શુદ્ધધર્મની પ્રાપ્તિ માટે લક્ષમીસત્તા વગેરેની કંઈ પણ જરૂર નથી. જે સર્વને જાણે છે–દેખે છે એવા અનાદિ અનન્ત આત્મામાં કેવલજ્ઞાનાદિ શુદ્ધધર્મો છે, માટે આત્મામાં શુદ્ધ ધર્મ દેખે. સર્વ મનુષ્યને આત્માઓમા રહેલા શુદ્ધધર્મોને સમજાવે, એટલે તેઓ એક કેડીના ખર્ચ વિના મોટા મોટા શહેનશાહ કરતા અનન્તગુણો સુખી થશે. આત્મા વિના આ વિશ્વમા કેઈએ કંઈ શોધ્યું નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આત્મામા ઉંડા ઉતરવાની જરૂર છે અને આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ માટે આવશ્યક ઉપાથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ વિના બાહ્યસત્તા અથવા લમીસામ્રાજ્યથી કદી સુખ પ્રાપ્ત થવાનું નથી આત્માના શુદ્ધ ધર્મને અનુભવ કર્યાથી વિશ્વવર્તિ સર્વ જીવોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરી શકાય છે. રાગદ્વેષાદિ કષાયે અત્યંત ક્ષીણ થવાથી આત્માના શુટધર્મને આવિર્ભાવ થાય છે. લાખો યંત્રેની શોધે, લાખ કરોડે જાતના ધમંપુ, લાખ કરોડે જાતની વિદ્યાકળાઓ વગેરે કયાથી ઉત્પન્ન થયા ? તેના જવાબમાં ક. ૫ કે આત્મામાથી ત્યારે હવે આત્માના મૂળજ્ઞાનાદિ શુદ્ધધર્મને પ્રકટાવવાથી કઈ બાકી = શકે તેમ છે કે? ના કંઈ નહીં. બુદ્ધભગવાને આત્માનું સ્થાન ધર્યું હતું. મહંમદ પયગંબર આત્મારૂપ ખુદાનું ધ્યાન ધરી ધર્મમત પ્રવર્તાવ્યો હતે શંકરાચાર્યે આત્મામા ઘવનું ભાન ધરીને અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી હતી રામાનુજાચાર્યે, વરલભાચાર્યું. ઇશ્ચક, કરિ. વગેરે અનેક મહાત્માઓએ આત્માનું સ્થાન ધરીને તેના એકેક જ્ઞાનકિરણ ધર્મની સ્થાપના કરી હતી શ્રી મહાવીર પ્રભુએ આત્માનું ધ્યાન ધરીને આત્મારૂપ સૂર્યના અન કિક પર. જ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મની દેશના દીધી હતી અને સર્વત્ર વિશ્વમાં થી કાપ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy