________________
( ૬૧૬)
શ્રી કર્મચાગ ચંચ-સવવેચન.
-
~
થયા તેઓએ તે તે ક્ષેત્રકાલાનુસારે ધમજીને ધર્મકાર્યમાં પ્રવર્તાવ્યા હતા. પરંતુ તે ઉપર લક્ષ્ય રાખીને વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરુના વચને પર પૂર્ણ વિશ્વાસ ન રાખવામાં આવે અને ભૂતકાલીન શાસ્ત્રોના આધારે વર્તમાનકાલીન ગુરુને આચારે જોવામાં ષષ્ટિને આગળ કરવામાં આવે છે-તે તેનું પરિણામ એ આવે છે કે વર્તમાનકાલીન આત્મજ્ઞાની સદુગુરુને અનાદર થાય છે અને તેથી આત્માની શકિતને ખીલવી શકાતી નથી, તથા તે શક્તિથી ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. ભૂતકાલની તે સમયની પરિસ્થિતિ, તત્સમયની ક્ષેત્રસ્થિતિ, અને વર્તમાન સમયની પરિસ્થિતિ તેથી ભિન્ન હોય તેથી ભૂતકાળના મંતને આગળ કરી વર્તમાનકાલીન ગુરુના આચારો અવલોકતા ફેરફાર દેખાય અને તેથી વર્તમાનગુરુ કે જે વર્તમાન સમયના ધર્મનેતા હોય તેઓ પર શ્રદ્ધા નહીં રાખવાથી સમાજ સંઘ વગેરેની અવ્યવસ્થા થઈ જાય છે; ભૂતકાલના અને વર્તમાનકાળના કેટલાક ધર્માચારે એક સરખા રહી શકે છે અને કેટલાક ધમચારે એક સરખા રહી શકતા નથી તેનું રહસ્ય તે ગીતાર્થ ગુરુ વિના બાળજી જાણી શકતા નથી, માટે વર્તમાનકાલીન મનુષ્યએ ધર્માચાર પરિવર્તનનું સ્વરૂપ ગુરુમુખથી ધારવું જોઈએ. દેશકાલયેગે વર્તમાનકાલમાં અનેક પરિસ્થિતિ ઉભી થાય છે અને તેથી ધર્મરક્ષણાર્થે ભૂતકાલના આચારેથી અને વિચારેથી વર્તમાનકાલના આચારની અને વિચારની પ્રવૃત્તિમાં ભિન્નતા થાય એ સ્વાભાવિક છે. વર્તમાનકાલમાં જેવી ધર્મપ્રવૃત્તિ માટે આત્મજ્ઞાની ગુરુ આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ધર્માચારશાસ્ત્રોમાં અને ધર્માચારોમાં દેશકાલાનુસારે આજસુધી પરિવર્તન થયાં કરે છે. જે ધર્મમાં દેશકાલને અનુસરી પરિવર્તન થતાં નથી અને જે મનુષ્યમાં આગમ અને આર્યવેદને અનુકલ પ્રગતિશીલ પરિવર્તનો ગુરુની આજ્ઞાપૂર્વક થતાં નથી તે ધર્મને અને તે ધમની સમાજનો વિશ્વપટ પરથી લેપ થાય છે. શ્રીશંકરાચાર્યે તે સમયને અનુસરીને વૈદિક વેદાન્ત ધર્મના કેટલાક વિચારમાં અને આચારમાં પરિવર્તન કર્યા અને તેથી તેણે ધર્મ સમાજની તે સમયની પરિસ્થિતિની અનુકૂલ રચના કરી તેથી તેણે બૌદ્ધ ધર્મ પર ફટકે લગાવ્યો અને જૈન ધર્મના ઉપર પણ કેટલીક અસર કરી. શ્રીશંકરાચાર્યે કેટલાંક બૌદ્ધોના તને ગ્રહ તેથી રામાનુજાચાર્ય તેને પ્રચ્છન્ન બૌદ્ધ કર્થ છે. અન્યધર્મીઓની સામે ઉભું રહી શકાય એવી ધર્મ વિચારશ્રેણિથી તેણે બ્રહ્મની વ્યાખ્યા કરી. રામાનુજાચાર્યે પણ વેદાન્ત ધર્મમા જ સમયને અનુસરી ફેરફાર કર્યો. આ પ્રમાણે વેદાન્તધર્મમા આચાર્યોએ તે તે દેશકલાનુસારે ફેરફાર કર્યા અને ધર્માચાર શાસ્ત્રોમાં અને ધર્માચારમાં તે તે વર્તમાનકાલમા અનેક પરિવર્તન કર્યા અને વળી એટલા સુધી છૂટ મૂકી કે વ્યાસસૂત્ર, ઉપનિષદે અને ભગવદ્ગીતા ઉપર ગમે તે તને ઉપજાવી મૂળ
કેને બંધબેસતી ટીકા કરી શકે તે ધર્માચાર્ય તરીકે થઈ શકે. આ પ્રમાણેની તેઓની ઉદાર શૈલીથી બૌદ્ધોના અને જૈનેના ઉદયકાલમાં જે ધર્મની સંકીર્ણદશા થઈ