SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક ક્રિયાને રૂઢી ને બનાવે. ( ૫૮૫ ) ગમથી અવધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કઈ જાતને પ્રત્યવાય નડતો નથી. જે જે પાપક્રિયાઓ અને ધર્મક્રિયા છે, તે આત્મજ્ઞાનથી આવબધાય છે તેથી આત્મજ્ઞાની સત્ય ધાર્મિક ક્રિયાઓ કે જે સ્વાધિકારે કરણીય છે તેને કરે છે અને પાકિયાઓને પરિહાર કરે છે. જે જે ધાર્મિક ક્રિયાઓથી સર્વ જીવોને આત્મગુણેને લાભ મળતો હોય અને તે હિંસા અસત્યાદિથી રહિત હોય તે તેઓના વિચિત્ર ભેદમાં આત્મજ્ઞાની મુંઝાતું નથી. તથા ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયામાં માન્યતા સંબંધી અનેક મતભેદોના પુસ્તકોને પ્રભુના નામથી તે તે ભિન્ન ભિન્ન ગરછીય આચાર્યોએ લખ્યાં હોય તે તેમાં પણ તે મુંઝાતું નથી. સર્વ ગરોની ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ હદયની શુદ્ધિ કરવા તરફ હોય અને હિંસાદિ ક્રિયાથી વિરામ પામવા તરફ હેય તે પછી તે સર્વ ક્રિયાએમાં અધિકારભેદ હોય તેમાં આત્મજ્ઞાની મુંઝાતું નથી અને તે સ્વયેગ્ય અધિકાર ગ્ય ક્રિયા કરે છે, તથા તક્રિયા પ્રતિપાદક ભિન્નભિન્ન ધર્મમતક્રિયાભેદશાસ્ત્રોને અસત્ય પણ માનતું નથી, તથા ભિન્નભિન્ન કિયા કરનારાઓને દેખી મત કલેશની મુંઝવણમા પણ પડને નથી. પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયા કરનારાઓને આત્મજ્ઞાની આત્મદષ્ટિથી દેખે છે તથા તેના ધર્મકર્મને પણ સાપેક્ષદષ્ટિથી સત્ય દેખે છે. એક સરખી ધર્મક્રિયાને વા વૈકિક વ્યવહાર ક્રિયાને કરવામાં ભિન્ન ભિન્ન અધિકાર અને ભિન્ન દષ્ટિવાળા જીની એક સરખી રુચિ વા પ્રવૃત્તિ થતી નથી તે શાશ્વત અનાદિ કાલને નિયમ છે. ધાર્મિક ક્રિયાઓનાં પૂર્ણ રહને પરિ. પૂર્ણ આત્મજ્ઞાનથી અનુભવવાં જોઈએ અને તેના તરતમ રહસ્યોને જાણવા જોઈએ કે જેથી કિયામતભેદમાં રાગદ્વેષ રહે નહિ અને નિર્મોહપણે સર્વ પ્રવૃત્તિ થાય-એમ ભવ્ય મનુષ્યએ વિચારવું જોઈએ. ક્રિયાઓના મતભેદમાથી સત્ય ગ્રહવું જોઈએ, પરંત સર્વ કિયાએને અસત્ય માની નાસ્તિક બનવું ન જોઈએ. શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ ધાર્મિક ક્રિયાએનાં જે જે રહસ્ય ઉપદેશ્યાં છે તેને અનુભવ કરીને આત્મજ્ઞાની સ્વાધિકાર કિયા કરે છે તેથી તે યિાઓના પરસ્પર ભેદમાં મુંઝાતે નથી; ધાર્મિક ક્રિયાઓમા ક્ષેત્રકલાનુસારે પરિવર્તન થયા કરે છે તેને આત્મજ્ઞાનીઓ અવબોધે છે તેથી તે ગમે તે ગચ્છાદિકના આશ્રયી હોય તે તે ગરછની ક્રિયાઓને કરી આત્મામાં મનની એકાગ્રતા કરે છે પરંતુ અન્ય ગચ્છની ક્રિયાઓ પર દ્વેષભાવ ધરતો નથી. સ્વગરછની ક્રિયાઓને સત્ય અને અન્ય ગરછની ક્રિયાઓને અસત્ય માની પરસ્પર ગચ્છના આચાર્યો મહાકાલેશની ઉદીરણ કરતા હોય અને જે ધર્મક્રિયાઓપૂર્વક આત્મશક્તિને વિકાસ કરવાનું હોય તે ક્રિયાશી રાગશ્રેષમાં લેપાતા હોય તેમાં સાપગની ખામીઅવબોધવા પિતાને જે ચે તે સ્વાધિકાર ક્રિયા કરવી પરત અને જે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય તેમાં ફ્લેશ-અશ્ચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. ધાર્મિક ક્રિયાઓ ત્યારે રૂટિતાને ધારણ કરે છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy