SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૪ ) શ્રી કગ ગ્રંથ-સવિવેચન. ~ ~ ~ ~~~ ~~~~ ~~~~~ - ~- ~~ ----- ~~ ~ ~ ~ ~ રાગ દ્વેષના સંગ વિના, ફલની ઈરછા વિના જે કર્મ કરાય છે તે સાત્વિક જાણવું. ફલની ઈરછા, કાપેચ્છાપૂર્વક, અહંકારસહિત, બહુલાયાસથી જે કર્મ કરાય છે તે રજોગુણ કર્મ જાણવું. પરિણામને, હિંસાને અને શક્તિને વિચાર ક્યાં વિના જે દેહથી કર્મ આરંભાય છે તે તમોગુણ કર્મ જાણવું. તમે ગુણી અને રજોગુણી બુદ્ધિને ત્યાગ કરીને સાત્વિક ગુણી પ્રીતિવાળું સ્વાધિકાર પ્રાપ્ત કર્મ કરવુ જોઈએ, રજોગુણી કર્મમાં અને તમોગુણ કર્મમાં ચિત્તની પ્રીતિ થતી હોય, પણ તેથી પિતાની અને વિશ્વ મનુષ્યની ખરી ઉન્નતિ થતી નથી, માટે સાત્વિક ગુણ કર્મમા પ્રીતિ કરીને તે કાર્ય કરવામાં તલ્લીન થવું જોઈએ. મહ અજ્ઞાન રાગ દ્વેષથી મુકત કર્મકર્તા છે તે સાત્વિક ગુણ કર્તા કહેવાય છે. સાત્વિક ગુણ કર્મોમા સાત્વિક પ્રેમ ધારણ કરીને સાત્વિક ગુર્ણ કર્તા સાત્વિક કાર્યોને કરતે છતે સ્વાત્માની અને જગતના જીવોની ઉન્નતિ કરી શકે છે માટે સાત્વિક કર્મને વિશેષથી પ્રેમપૂર્વક કરવા જોઈએ. જેમ જેમ કર્મપ્રવૃત્તિમાં લીનતા થાય છે તેમ તેમ તેમાથી મનુષ્યને નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અર્થાત પ્રેમથી પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત થવાની જરૂર છે જે કાર્ય કરવામાં અત્યંત પ્રેમ ઉદભવે છે. તે પ્રેમજ તે કાર્યની સિદ્ધિ માટે સાક્ષી પૂરે છે. પ્રેમ વિનાની કઈ પ્રવૃત્તિમાં આનન્દ થતું નથી અને તેથી ત્યાં ચિત્ત એટતું નથી. રાગને હઠાવનાર વૈરાગીઓ પણ પ્રભુ અને ગુરુ પર તે અત્યંત પ્રેમ ધારણ કરે છે. પ્રેમવિના કર્તવ્યકર્મની રણભૂમિમાં પ્રાણુર્પણ થતું નથી. પ્રેમવિના શ્રદ્ધા અને નિશ્ચયનાં પણ સ્વમા જાણવા, પ્રેમવિના કાયસ્પ્રવૃત્તિમા શુષ્કતા નીરસતા લાગે છે અને તેથી હર્ષવિના કાર્યપ્રવૃત્તિમાં મન્દતા આવી જાય છે પ્રેમવિના કોઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરુપ્રેમ, કુટુંબપ્રેમ, પ્રભુપ્રેમ, વિશ્વપ્રેમ, બ્રહ્મપ્રેમ, ઈકર્મપ્રેમ, પ્રશસ્થ પ્રેમ, અપ્રશસ્ય પ્રેમ, જડપ્રેમ, ચેતનપ્રેમ, સાહજિકપ્રેમ, કૃત્રિમપ્રેમ, કર્તવ્યપ્રેમ, આર્તધ્યપ્રેમ, સાયપ્રેમ, સાધમપ્રેમ, શુદ્ધપ્રેમ, અશુદ્ધમ, નીતિપ્રેમ, મર્યાદિતપ્રેમ, અમર્યાદિત પ્રેમ, સાધુ પ્રેમ, સંકીર્ણ પ્રેમ, વ્યાપકપ્રેમ, જ્ઞાનપૂર્વકપ્રેમ, સ્વાર્થ પ્રેમ, પરમાર્થ પ્રેમ, કર્મપ્રેમ, નિર્વિષય પ્રેમ, વિષયપ્રેમ, વીતરાગ પ્રેમ, ધમપ્રેમ, અધમપ્રેમ, ચલપ્રેમ, અચલપ્રેમ, રિથરપ્રેમ, અસ્થિરપ્રેમ, સુખકરપ્રેમ, દુખકરપ્રેમ, અકામપ્રેમ, સકામપ્રેમ, વ્યવહાર પ્રેમ, નિશ્ચયપ્રેમ, વાગ્યપ્રેમ, અવાપ્રેમ, લઘુવતુંલરૂપ પ્રેમ, અનન્તવતુંલરૂપપ્રેમ, આશય પ્રેમ, નિરાશયમ, રૂપપ્રેમ, નામપ્રેમ, સ્થાન પ્રેમ, ઉપકારપ્રેમ, અનુપકારપ્રેમ, સ્વામી પ્રેમ, સેવકમ, રાજ્યમ, પ્રજાપ્રેમ, અતિથિપ્રેમ, ઉચ્ચપ્રેમ, નીચપ્રેમ, કપટપ્રેમ, નિષ્કપટપ્રેમ, લેભપ્રેમ, નિર્લોભપ્રેમ, મિત્રપ્રેમ, પુત્રપ્રેમ, સ્વકીયપ્રેમ, પરકીયપ્રેમ, આયાસપ્રેમ, અનાયાસપ્રેમ, ધ્યાન પ્રેમ, ચારિત્રપ્રેમ, સંયમપ્રેમ, ગપ્રેમ, તપકેમ, દર્શનમ, સત્યપ્રેમ, અસત્યપ્રેમ, બ્રહ્મચર્યપ્રેમ, ગુણપ્રેમ, યમનિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા- દયાન-સમાધિપ્રેમ, લેખકપ્રેમ, જ્ઞાનપ્રેમ, ઓપદેશિક પ્રેમ, ક્ષીપ્રેમ, વૃદ્ધિશીલપ્રેમ, સાપેક્ષપ્રેમ, નિરપેક્ષપ્રેમ, આજીવિકા પ્રમ, ગૃહપ્રેમ, .
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy