SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાનીની કરણી. (૪૮૯) શરીર બનેલું છે, તેથી તે હણાય છે અને બળીને ભસ્મીભૂત થઈ શકે છે પરન્તુ આત્મા તે નિત્ય હોવાથી તે કદાપિ હyતે નથી અને બળતું નથી એમ શુદ્ધ નૈઋયિકરિએ આત્માની પોતાને અવબતે અને અનુભવતા હોવાથી તે શરીર છતાં શરીરથી ભિન્ન પિતાને માની શકે છે. અને અગ્નિ શાસ્ત્રાદિથી શરીરને નાશ થતાં પિતાને નિત્ય માની સમભાવ અને વૈદેહભાવને ધારણ કરી આત્મજ્ઞાનમાં મસ્ત રહી શકે છે. આત્માને દેહભિન્નનિત્યરૂપે અનુભવનાર આત્મા બાહ્ય કાર્યોને કરતે છતે પિતાને કર્તરૂપ માનતા નથી. બાહ્ય કાર્યો ખરેખર કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોથી થાય છે, તેમાં પોતાને કર્તાના અભિમાનથી યુક્ત કરીને કર્તૃવભ્રાતિથી પિતાના આત્માને કર્મથી બાંધતે નથી देखे वोले सहु करे, नानी मवही अचंभ, व्यवहारे व्यवहारसु, निश्चयमें स्थिर. थंभ, ઇત્યાદિથી આત્મજ્ઞાની જે જે કરે છે, દેખે છે, બેલે છે, આદિ જે જે પ્રવૃત્તિ કરે તેમાં તે અહંવાદિથી બંધાતું નથી અને કર્તવ્ય કાર્યો કરવામાં અન્ય મનુષ્યો કરતાં પાછા પડતા નથી અને તેમજ નિશ્ચયજ્ઞાનમા તે સ્થિર થંભના સમાન સ્થિરતાથી વર્તે છે. આવી તેની આશ્ચર્યકારી દશાને અલખલીલા કહેવામા આવે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેઓની બાહ્ય કર્તવ્ય પ્રવૃત્તિ અને તેઓની આન્તર પ્રવૃત્તિ એ બે શુષ્ક નાલિકેર અને તેમાં રહેલા જલની દશાની ભિન્નતાને ભજે છે. આત્મજ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિ પ્રારબ્ધાધારે–પ્રાસંગિક ઉપકારક તથા અનેક શુભાશયથી ભરપૂર હોય છે. તેમની બાહ્ય પ્રવૃત્તિથી તેમના આત્માની દશા કેવી છે તેની કલ્પના કરવી તે અજ્ઞાનીઓની દૃષ્ટિ બહાર છે; તેથી તેવા આત્મજ્ઞાનીની કર્તવ્યપ્રવૃત્તિમાંથી અનેક શુભાશપૂર્વક સાર ગ્રહ તે જ ભવ્ય મનુષ્યને હિતકારક છે. આત્મજ્ઞાની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિને પોતે કૃતકૃત્ય છતા અને સ્વાર્થપ્રજના દિને અભાવ છતા આદરે છે. તે જે કઈ કરે છે તે ઉપરથી તેના આત્માની દશાને ભાવ લેવો એ કલ્પનાશક્તિની બહારની વાત છે. સંગ્રહનયની અપેક્ષાએ જ્ઞાની આત્માને સુકત માને છે. નાની સ્વાત્માને અસ્તિધર્મની અપેક્ષાએ સર્વસંગત માને છે. જ્ઞાનવડે આત્મા સર્વત્ર ગેય પદાર્થોના જ્ઞાન અને કથ ચિત્ ?યની અભેદ પરિણતિએ વ્યાપક હોવાથી સર્વત્ર છે અને વ્યકિતની અપેક્ષાએ સર્વત્ર નથી. જ્ઞાની પોતાના આત્માને બાહ્યથી સંગી છતા વસ્તુત- અન્તરથી નિ સંગ માને છે. તે સર્વ બાહ્ય પ્રવૃત્તિના અધિકારથી મુક્ત છે; છતા તેની બાહ્ય પ્રવૃત્તિથી અનન્તગુણે ઉપકાર થાય છે-એવું પૂર્વે નિવેદવામાં આવ્યું જેથી એમ અવબોધવું કે જ્ઞાની નિબંધ અને સર્વસંગમુક્ત છના બાહ્ય જીવોના ઉપકારે અને પ્રારબ્ધને પ્રવૃત્તિ આદરીને તે અકલિત એવા ઉપકાર કરવાને શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની શાતા વેદનીય અને અશાતાદનીય સમાન માનીને તથા સ્તુતિકારક અને નિન્દક એ બેમ સમભાવ ધારણ કરીને તેને ચોગ્ય કાર્ય તે કર્યા કરે છે. આત્મજ્ઞાની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy