SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કમળા મંચ-શીવચન, અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. વિનાના શુભાશુભ અંકળી વનરપતિ પર શાશુભ અસર થાય છે, તે અન્ય જેનું ને કહેવું જ શું ? બાઇબ સંકલ્પ બળથી વિદ્યુતની પેઠે સ્વનું અને વિશ્વનું શુભાશુભ કરી શકાય છે; મંત્રશાને રહનું દમદષ્ટિથી અવલોકન કરવામાં આવશે તે શુભાશુભ સંકલ્પબલનું ભાગ્ય વધશે. ભાર સંકલપ પર વિશ્વમાં એક કિવદની નીચે પ્રમાણે પ્રવર્તે છે-દિલ્હીના બાદશા એકવખત દિલ્હીના મહાજનને ભેગું કરી ચીનના શાહ પારો કર્યું અને પત્ર લખી જણાવ્યું કે-દિલ્હીના બાદશાહ અ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના બાદશાહ દળ પર્વત રાજ્યગાદી ભેગવે છે તેનું શું કારણ છે? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જાવશે. ચીનના શાહે વિચાર કરી દિલ્હીના મહાજનને એક વટવૃક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કહ્યું કે જ્યારે આ વટવૃક્ષ શુષ્ક થઈ જશે ત્યારે નમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે આ કાવટવૃક્ષ સુકાઈ જવું મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે. મહાજને દાજ વટવૃક્ષ શુષ્ક થાઓ કે જેથી અમે મુક્ત થઈ એવા દઢ સંકલ્પપૂર્વક નિશ્વાસ નાખે, તેથી છ માસમાં વટવૃક્ષ કૃષ્ટ થઈ ગયું, તેને સુકાયેલું દેખી મહાજન આનન્દ પામ્યું અને ચીનના શાહની પાસે ગમન કરી સર્વ બનેલું વૃત્તાત જણાવ્યું. ચીનના શાહે કણ્યું કે તમારા બાદશાહને હવે ઉત્તર મળે. શાહના વચનનો ભાવ મહાજનથી અવબોધાય નહિ તેથી મહાજને પુનમે કહ્યું કે અમારા બાદશાહ ઉપર પત્ર લખી આપે ચીનના શાહે કહ્યું કે એક એકેન્દ્રિય વટવૃક્ષના ઉપર તમારા અશુભ સંકલ્પની એટલી બધી અસર થઈ કે તેથી છમાસમા વટવૃક્ષ શુષ્ક થઈ ગયું છે તે જે બાદશાહ પિતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સંતાપે છે, મહાત્માઓના, સાધુએના શાપ લે છે, કરડે મનુષ્યની આતરડી કકળાવે છે અને કરે મનુની હાય લે છે તેની પ્રજા દરરેજ બાદશાહને મરણ પામવા વગેરેની બદદુવા આપે છે તે બાદશાહે હિન્દુસ્થાનમાં કયાંથી દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શકે વા? અલબત ન કરી શકે. કરોડે મનુષ્યની હાય લઈને કેણ મનુષ્ય દીર્ઘકાલપર્યત જીવી શકે? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકારનાં દુખે આપે છે તેથી તેઓ અલ્પાયુ ભેળવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી મોકલે. तुलसी हाय गरीवकी, 'कवु न खाली जाय; मुवे ढोर के चामलें, लोहा भस्म हो जायઇત્યાદિથી અવધવું કે અશુભ સંક૯૫થી અશુભ થાય છે અને શુભ સંકલ્પથી શુભ થાય છે. અશુભ દઢ સંકલ્પબળે તેજલેશ્યા પ્રકટે છે અને શુભદઢ સંકલ્પબળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યત એગશાસ્ત્રના પ્રત્યાહારનું સ્વરૂપ વાચવાથી સંકલ્પનું બળ કેવું છે તે અવબેધાશે. ચાણકયે સંકલ્પની દઢતાવડે પટણની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડે અને નન્દનો નાશ કર્યો તે ઇતિહાસથી અજ્ઞાત નથી. સંકલ્પની દઢતાવડે અનેક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy