SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ફરજ બજાવવામાં મુઝાવું શા માટે ? ( ૩૨૫ ) 'સગાલશા શેઠના પુત્ર સંબંધી ગુરુદેવે દેવતાની સહાયે કૃત્રિમ કેલઈયા પુત્રને મારવાની માયા રચી હતી, પરંતુ તેને સાર એ છે કે શેઠે તે ગુરુસેવામાં જરામાત્ર પણ મન વચન અને કાયાથી સર્વસ્વાર્પણ કરતાં બાકી રાખ્યું નહિ. માતૃપિતાની સેવાભક્તિરૂપ શુભ કાર્ય અને શ્રીસદ્ગુરુની સેવાભક્તિરૂપ શુભ કાર્ય પર ઉપર પ્રમાણે તેને વાંચી શુભકાર્યપ્રવૃત્તિમાં અડગે--અચલ રહેવું જોઈએ. શુભકાર્યને પ્રારંભ માતૃપિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતૃપિતૃ સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્દગુરુની સેવા કરવાને લાયક બની શકો નથી. સત્તા લક્ષ્મી અને વિદ્યાવૃદ્ધિ થઈ તે શું થયું? અલબત કંઈ નહિ. જ્યાસુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત્ થ નહિ અને તેમના ઉપકારને પ્રતિ બદલે વાળવાને સેવારૂપ શુભકાર્યની ફરજ અદા કરાઈ નહિ ત્યાં સુધી પાયા વિનાના પ્રસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાને ઉપકાર જાણવા સમર્થ થયે નથી તે ગુરુ અને દેવનો ઉપકાર જાણવા પણ સમર્થ થતું નથી. શ્રીમહાવીરપ્રભુએ પિતાની માતાને સ્વપર પ્રેમ અવધીને અને માતૃભકિતથીજ શુભકાર્યગી બની શકાય છે એમ જગને જણાવવાને ગર્ભમા સાડા છ માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યા સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભકિતનુ આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાર્યું. માતૃ પિતૃ ગુરુ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવાભક્તિરૂ૫ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકારને સમાવેશ થાય. વ્યવહારથી જે જે શુભ કાર્યો ગણાય છે તેમાં માતૃપિતૃ ગુરુદેવની સેવાભક્તિ એજ પ્રથમ કર્તવ્ય છે. દેવને સર્વસ્વાર્પણ કરવું તે દેવભક્તિ છે. ઉપર ઉપરથી પ્રભુની સ્તુતિ કરવી અને પુષ્પલાદિ ચઢાવવા માત્રથી-ભાવ વિના ખરી દેવસેવા ગણાય નહિ. એક નદીના કાઠે ઝાડીમાં એક જિનદેવનું મંદિર હતું તેમા પ્રભુ બિરાજમાન કર્યા હતા. એક મુનિ દેરાસરની પાછળ ધ્યાન ધરતા હતા. એક વણિક દરજ પ્રભુ પાસે આવી સર્વ પ્રકારે બાહ્યોપકરણો વડે પ્રભુને પૂજતે હતે. પ્રભુને જલથી ન્યુવરાવતે હતે. દી કરતો હતો. પુષ્પ ચઢાવતે હતા. વણિક પૂજા કરીને નીકળે એવામાં એક જંગલી ભિલ્લ આવ્યો. તેણે કોગળા કરીને પ્રભુ પર જલ રેડયું અને આકડા વગેરેના પુ તેણે પ્રભુના શરીર પર મૂક્યા. પિલા વાણિયાએ તેની નિન્દા કરવા માંડી અને સુનિરાજ રે ધ્યાન ધરતા હતા તેમને કહ્યું કે એક જંગલી ભિવ પ્રભુની આશાતના કરે છે. મુનિયે કહ્યું, હે વણિક! હારા જેવી તે બહાપૂજાવિધિને જાણતા નથી પણ તેના અન્તરમા બમાન છે. તે સર્વરવાપણ બુદ્ધિથી પ્રભુને પૂજે છે વણિકે કહ્યું કે એ શી રીતે સમજાય? ત્યારે મુનિએ કહ્યું કે, તે અવરરે તને જણાશે. એક દિવસ વણિફ વનડીમા પ્રભુની પૂજા ભક્તિ કરવા આવ્યું. તેણે પ્રભુની બે આખો કેઈએ કાઢી નાખેલી દિડી તેથી વણિક બહુ છેટું થયું એમ કધવા લાગ્યું અને મુનિ પાસે આવી સર્વ વાત કરી એવામા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy