SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪ર છે. શ્રી કર્મયોગ થ-સવિવેચન કર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને મૂળ અકષાય સ્વભાવ છે પરંતુ કષાય સ્વભાવે છે તે પરભાવપરિણતિ છે. પરભાવપરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂલધર્મથી પરાસુખ થાય છે. જેમ જેમ કષાયની મંદતા ક્ષીણ થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાયની શુદ્ધિ થતી જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકેમાં આરોહણ થતું જાય છે. આત્માના અધ્યવસાયોની શુદ્ધિ થતા ઉજવલલેશ્યાઓ પ્રકટે છે અને તેથી અશુભ પાપકર્મના સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય યાદ રાખવું કે પ્રત્યેક ક્રિયામાં પ્રવર્તતાં પિતાના આત્માને ઉજવલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપગી રહેવું. સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં ઉજવલ પરિણામથી પાપમાં લેવાવાને વખત આવતા નથી. વિશ્વમાં જેમ મેરુ પર્વત કંપાયમાન થતું નથી તેમ સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં આત્માની સમભાવ પરિણતિનું ચલાયમાનપણું ન થાય ત્યારે ખરેખરા ઉત્તમ કર્મયોગીમાં પિતાને ગણવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સાંસારિક કાર્યો ગૃહસ્થને કરવો પડે છે તેમાં કષાયભાવની ઉપશમતાપૂર્વક મગજની સમતલતા ન ખવાય એવી દશા પ્રાપ્ત કરવામાં આવે છે તેથી કર્મચાગીનું વાસ્તવિકપદ પ્રાપ્ત કરી શકાય છે. આવી સમભાવની દશા વિના કર્મચાગની પ્રવૃત્તિ એ સ્વયરને અત્યંત હાનિ પહોંચાડનારી છે એમ અજ્ઞાની અને અસમભાવી કર્મયોગીના મન આદિ રોગની પ્રવૃત્તિ પરથી સુજ્ઞોને અનુભવ આવ્યા વિના રહેશે નહિ. રાગદ્વેષ કષાયના આવેશથી પ્રારંભિત કાર્યોમાં અનેક વિઘો ઉભાં થાય છે. જેમ જે જે અધિકાર પર ફરજ માનીને કરવાનાં હોય છે તેમ તેમાં રાગદ્વેષને પરિણામ કરવાથી તે તે કાર્યમાં કંઈ ફેરફાર થતું નથી ત્યારે રાગદ્વેષ કષાય સેવવાની જરૂર શી છે? અલબત્ત કઈ પણ જરૂર નથી. તે બાબતમાં એટલું જ કહેવું પડે છે કે મગજની સમાનતા સંરક્ષીને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાના છે તે કરવાથી રાગદ્વેષને પરિણામ કરવું પડતું નથી અને તેથી રાગદ્વેષના પરિણામે જે જે કર્મ ગ્રહવા પડે છે તે ગ્રહણ કરાતાં નથી તેમજ ચિત્તની પ્રસન્નતા રહે છે અને જ્ઞાને પગની જાગૃતિમાં રહેતાં સારી રીતે કાર્યો કરી શકાય છે તેથી પરિણામે સ્વપરને લાભ-શાંતિ થાય છે. મનુષ્યને સ્વભાવજ એ હોય છે તેની કેઈ ને કોઈ કાર્યમાં કારણે પ્રવૃત્તિ તે હેય છે જ; પરંતુ જ્ઞાનપૂર્વક નિકષાય ભાવની મહત્તા તે અવધે અને તેની પ્રાપ્તિ કરે તે પૂર્વના કરતાં પિતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણું ઉન્નતિ કરી શકે અને પ્રાતે જ્ઞાનની પરિપૂર્ણરીત્યા પ્રાપ્તિ થતા તે તે દશાના અધિકારે કમગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકેએમ અપ્રમત્તસાધુદશાના જીવનાદિની અપેક્ષાએ કથવામાં આવે છે. જે જે અંશે કષાય પરિણામર્થકત થવું તે તે અશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણતિ જેમ જેમ મંદ થતી જાય તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય છે અને તે તે અંશે ઉપશમાદિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy