SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ अप्पा सो परमप्पा. (૨૦૩ ) જાગતા સાધુ પરમેષ્ઠિ દેવે છે. દી દીવાથી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાની સાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુકિતના સુખને અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાથી ઇંદ્રિયાતીત પરબ્રહ્મસુખને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવામાત્રથી અને તેમને થોડેઘણે ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કંઈઅધ્યાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી, પરંતુ અધ્યાત્મજ્ઞાની મુનિવરેની અંતકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશ પર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત્ મુક્તિસુખની ઝાખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાખીને અનુભવ થયે એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્મા એ જ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવનાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અતઓવ ઇન્દ્રિયાતીત આત્મસુખને અનુભવ થતાં પરમાત્માને પરોક્ષ દશામા અન્તસ્મા પ્રત્યક્ષ સુખદનરૂપ સાક્ષાત્કાર થયે એમ માનવું. આત્મા સુખરૂપજ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણુ એવા પરમાત્મા ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મવરૂ૫ની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ઘેન પ્રગટે છે અને એ આત્મસુખની ઘેન જાણે ત્રણે ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તરૂમાં તેને અનુભવ આવે છે. આવો અનુભવ અમને તે અંતરમાં ઉપગભાવે વેદાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઇન્દ્રિયાતીત સહજ સુખને અનુભવ તે જ પરમાત્માસ્વરૂપની ઝાખી છે. તેને અનુભવ કર હોય તે સર્વ સંગનો પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે. આત્માનું ધ્યાન કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપયોગે લીન થવાથી જગત્ની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખને અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તે સ્વશરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્માને દેખે. જ્યાં જડરૂ૫ અસત્ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાને નથી અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વ સંગ પરિત્યાગની વાત કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમે પિતેજ શરીરમાં પરમાત્મા છે. આવરણોપશમે અંશે અંશે તમે પરમાત્મત્વને વિકાસ ક્યાં કરે છે જેથી અમુક કાળે સંપૂર્ણપણે તમે પિતાને જ પરમાત્મપણે દેખશે--અનુભવશે. . પિતાને આત્મા એજ પરમાત્મા છે એ નિશ્ચય થયા બાદ દીનતાને નાશ થશે અને સર્વ પ્રકારની આશાઓને નાશ થશે જ્યારે આત્મા તેજ (અષા તો મir) પરમાત્મા છે એવો નિશ્ચય થયું એટલે જાતિથી કપાયેલું અહમમત્વ વિલય પામે છે. ભારત રાજાને આદર્શ ભુવનમા પરવસ્તુ સંબંધી અત્વ ટળ્યું તેની સાથે જ તેમણે કેવળજ્ઞાન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy