SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્પૃહ જ પાપ રહિત બની શકે. (૧૭૩ ) જરૂર નથી એ વિચાર ક્યની પૂર્વે ગૃહસ્થોએ ગૃહસ્થને અધિકાર વિચારો જોઈએ. ગૃહસ્થાવાસમાં અમુકાશે હર્ષશેકની લાગણીઓથી રહિત કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થઈ શકાય છે. અમુકશે હર્ષશેકમાં સમાનતા પ્રાપ્ત કરીને ગૃહસ્થ કર્તવ્ય કર્મ કરવાને લાયક બને છે કે જેથી તેઓ જે દશાએ ચડ્યા હોય છે તેથી પતિત થઈ શકતા નથી અને ઉપરની દશામા વધવાને અધિકારી બની શકે છે. હર્ષના ગર્ભમાં રહેલી વાસનાઓ અને શેકના ગર્ભમાં રહેલી વૃત્તિયોનું સૂક્ષ્મ સ્વરૂપ અનુભવવામાં આવે છે ત્યારે તે બન્નેમા લીન થવાથી આત્માને કેટલું બધું જ્ઞાનાવરણીયાદિ કર્મપાતંત્ર્ય વેઠવું પડે છે તેને ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપ્યો તેનું મુખ્ય કારણ એ છે કે તે મહાયુદ્ધના કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થયા છતાં પણ અન્તરમા હર્ષશેકને ધારણ કરી શકે નહિ અખ્તરથી શેકાદિક વૃત્તિથી નિલેપ રહી આવશ્યક બાહ્યકર્તવ્ય કરતા છતાં પણ નવીન કર્મ બાધે નહિ તેમજ આત્માને પરમાત્મામાં લીન રાખી શકે. આન્તરભાવનાની પ્રબલ પ્રગતિવેગે હર્ષ શેકમાં સમાન રહી બાહ્યકર્તવ્યર્મો કરવા એવું જે દૃષ્ટિની અપેક્ષાએ કથાય છે તેમા અત્યંત રહસ્ય સમાયેલું છે. અનેક આધ્યાત્મિક શાસ્ત્રો, યોગાભ્યાસ અને સદૂગુરુસંગતિ કરવાથી સર્વ બાહ્ય આવશ્યક પ્રવૃત્તિયોમાં પ્રવર્તતા પૂર્ણ અંશે હર્ષ શેકથી વિમુક્ત થવાય છે અને તેથી તે તે અંશે કર્તવ્ય કર્મ યોગ્યતા પ્રાપ્ત થાય છે. હર્ષશોકમા સમાન અને કામા નિસ્પૃહ એ મનુષ્ય કર્તવ્ય કર્મની યોગ્યતાને ધારણ કરી શકે છે. જેમ જેમ કર્મચગી નિસ્પૃહ થતો જાય છે તેમ તેમ જગત્ તરક્શી ગ્રહાયેલા ઉપગ્રહને બદલે વાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારની સ્પૃહાઓથી મુકત થનાર મનુષ્ય પ્રાય ઘણુ અશે સ્વતંત્ર બને છે અને તેથી તે કર્તવ્ય કાર્યો કરવામાં કેઈનાથી દબાતે નથી તેમજ અન્યાયના માર્ગે ગમન કરતો નથી નિસ્પૃહી મનુષ્ય અનેક પ્રકારના પાપકર્મોથી બચી જાય છે અને દયા સત્યાદિ અનેક ગુણે ધારણ કરવાને શક્તિમાન થાય છે આ વિશ્વમાં જે જે અંશે નિસ્પૃહ દશા ખીલતી જાય છે તે તે અંશે કર્તવ્યકર્મમાં નિધ પ્રવૃત્તિ કરી શકાય છે. નિસ્પૃહી મનુષ્ય આત્મિક પ્રદેશને રાજા બને છે. આ વિશ્વમાં પિતાનું કર્તવ્ય કાર્ય કેણ સારી રીતે બજાવે છે તેના ઉત્તરમા કધવાનું કે નિસ્પૃહી મનુષ્ય કર્તવ્ય કાર્યને સારી રીતે બજાવે છે. રાજા પ્રધાન સેનાધિપતિ અમાત્ય શેઠ પુરોહિત કેટવાલ ન્યાયાધીશ જિદાર કવિ અને સાધુ વગેરે મનુષ્ય જેમ જેમ અમુક રીતિએ નિસ્પૃહ બને છે તેમ તેમ તેઓ અનેક પ્રકારના અન્યાય પાપથી બચી શકે છે. વિશ્વાસઘાત હિંસા અસત્ય ખૂન અને ચોરી વગેરે ભયંકર પાપક ખરેખર સ્પૃહાથી વિશેષત થાય છે. સર્વ પ્રકારે સ્પૃહાથી વિરામ પામવું એ એકદમ કઈ રીતે બની શકે તેમ નથી, પરંતુ શનૈ શનૈ જે અયોગ્ય સ્પૃહાઓ હોય તેનાથી પ્રથમ તે વિરામ પામવું અને પશ્ચાત્ વકર્તયાધિકાર પ્રમાણે જીવનાદિ પ્રયોગે જે જે સ્પૃહાઓ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy