SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ યવસ્થિત પ્રબોધ વિના અધોગતિ. ( ૧૬૯ ) કાર્યો કરે અને પરસ્પર ધર્મપ્રવર્તકેમાં મતભેદે સંઘર્ષણ ન થાય ઈત્યાદિ જે જે વ્યવસ્થાઓ ઘડવાની હોય છે અને તે પ્રવર્તાવવાની હોય છે તે વ્યવસ્થિત પ્રબંધ વિના બની શકે તેમ નથી. જે જે કાળે જે જે ધર્મો સ્વાસ્તિત્વના ભયમા આવી પડે છે ત્યારે તે કાળે અવબોધવું કે વ્યવસ્થિત બેધવાળા મનુષ્ય અને તેવા વ્યવસ્થિત રીતે કાર્ય કરનારા મનુષ્યની ખામી છે. વ્યવસ્થિત પ્રબેધવાળા મનુષ્યો જે દેશમાં જે કાળમાં સંસાર વ્યવહારમા વા ધર્મમા છે વા થશે તે કાળે તે દેશમાં તે સંસારવ્યવહારમાં પ્રગતિ થાય છે અને થશે એમ અનેક અનુભવિક દષ્ટાન્તોથી અવબોધવું, કાર્યને સરલમા સરલ અને સુન્દર કરનાર વ્યવસ્થિતપ્રબોધ છે. સાસારિક કાર્યો કરવામાં અને ધાર્મિક કાર્યો વ્યવસ્થિત પ્રબોધ વિના એક અંશ માત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. પાણીપતના યુદ્ધમાં લડનારા મરાઠાઓમાં વ્યવસ્થિત પ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિ પરિપૂર્ણ ન હતી તેથી તેઓ મુસલમાન બાદશાહ નાદીરશાહથી પરાજય પામ્યા અને મરાઠી રાજ્યના ટુકડા થઈ ગયા. વ્યવસ્થિત પ્રબંધ વિના ઔરંગજેબના બંધુઓને નાશ થયે અને વ્યવસ્થિતપ્રબોધથી ઔરંગજેબ વિજ્યી થયે વ્યવસ્થિત પ્રબોધશક્તિથી સમાજ અને ધર્મની સંસ્થાની પ્રગતિ કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબંધ વિના અનેક રાજાઓએ પિતાનાં રાજ્ય ખોયા અને તેઓના વંશજે ભીખ માગતા થયા. વ્યવસ્થિત પ્રબોધથી ગરીબમાં ગરીબ મનુષ્ય પણ સ્વજીવનની ઉચ્ચતા કરવા શક્તિમાન થાય છે. વ્યવસ્થિતપ્રબોધથી અને વ્યવસ્થિત ર્તવ્યપ્રવૃત્તિથી ઇંગ્લીશરાજ્ય પ્રવર્તે છે તેથી તેઓનું સામ્રાજ્ય વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. આર્યોએ ઈગ્લીશ પાસેથી શિષ્યવૃત્તિથી વ્યાવહારિક પ્રવૃત્તિ સંબંધી વ્યવસ્થિત પ્રબોધ-શિક્ષણ લેવું જોઈએ કે જેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં તેઓ વિજયી બની શકે. ધર્મતનું જ્ઞાન હોય પરંતુ ધર્મકાર્યોને કરવાને સુવ્યવસ્થિત બોધ ન હોય તે વિશ્વમાં સ્વધર્મની ચિરસ્થાયિતા કરી શકાતી નથી. જે જે મનુષ્ય વિશ્વમાં કર્મચાગી તરીકે પ્રસિદ્ધ થયા છે તેમનામાં વ્યવસ્થિતપ્રબોધ હતે એમ તેમના ચરિત પરથી સ્પષ્ટ જણાય છે. પ્રીતિધર્મ ફક્ત તેમના વ્યવસ્થિત બેધવાળા ધર્મગુરુઓથી–નેતાએથી વિશ્વમાં વિશેષતા ફેલા છે અને તેથી પ્રીતિધર્મના પાલકની સંખ્યામા કરેડાગણ વધારે થયો છે. જૈન ધર્મના સત્ય તો છે. શ્રી વીસમા તીર્થંકર વિરપ્રભુ સર્વકા હતા. તેમણે જૈનધર્મની સ્થાપના કરી છે તેમા એક સમયે કરડે મનુષ્યની સંખ્યા હતી. હાલ ધર્મપાલકની સંખ્યામાં ઘણું ઘટાડો થયે છે અને તેથી ભવિષ્યમા જૈનેની સંખ્યા સંબંધી ઘણે ભય રહે છે. તેનું કારણ એ છે કે જૈન ધર્મના પ્રચારક આચાર્યો –ઉપાધ્યાયે–પ્રવર્તક-સ્થવિરે–પંચાસ-સાધુઓ૨૨
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy