SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ કરકસર R થવરિત પ્રબોધવાળો સર્વ કઈ સાધી શકે છે. ( ૧૭ ). અને તેણે કર્તવ્યશીલ ઉદાર બાદશાહ તરીકે પિતાનું નામ અમર રાખ્યું. એટલું તે ચોક્કસ છે કે સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય જેટલું સ્વકાર્યસિદ્ધિમાં લક્ષ્ય આપી શકે છે તેટલું અન્ય મનુષ્ય લક્ષ્ય આપી શક્તો નથી. સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય લઘુમાં લઘુ પદવી પરથી ઊંચે ચઢતે ચઢતો ઉચ્ચમ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી બને છે. સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય કાકની ચેષ્ટા બકનું ધ્યાન અને શ્વાનની નિદ્રાની પેઠે આચરણ કરી ગમેતેવા ભેગે અને ગમેતેવા ઉપાયે કાર્યની સિદ્ધિ કરે છે સાધ્યલક્ષ્યોપયોગી નિશદિન સવકાર્ય પ્રવૃત્તિમાં સાવધાન રહે છે અને તે ચારે બાજુએથી સાનુકૂલ પ્રતિકૂલ સંયોગની શરત રાખે છે તેથી તે કોઈને વિપ્રતા છેતરાતા નથી. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવપ્રમાણે કેવી રીતે સ્વકાર્યપ્રવૃત્તિમા વર્તવું અને આપત્તિકાલમા કેવી રીતે વતીને સર્વ પ્રકારના સહાયકની સાહાટ્ય લેવી તથા સ્વકાર્યમા વિઘ નાખનારાઓને કેવી રીતે પહોંચી વળવું તેમજ તે માટે જે જે રીતે જે જે ઉપાએ બળ મેળવવાનું હોય તે મેળવી લેવું અને તેને યુક્તિપૂર્વક વાપરવું–તે સાથે પાગી મનુષ્ય સારી રીતે અવધતું હોવાથી પ્રમાદના વશમાં આવી શક્યું નથી. ઔરંગજેબના પજામાં ફસાઈ પડેલ શિવાજી કેવી યુક્તિથી કેદમાથી છૂટો તેને ખરેખર સાચ્ચેપગને અનુભવ આવી શકે તેમ છે. અનેક ભીતિ, અનેક લાલચે અને અનેક પ્રાણવિયેગર બનાવની વચમાં રહીને સાધ્યોપયોગી મનુષ્ય સર્વ બાજુઓને ઉપગ રાખીને સ્વપ્રવૃત્તિની સિદ્ધિ કરે છે અને કર્તવ્યકાર્ય રણમેદાનમાં સૂરને છાજતું સર્વ સ્વાર્પણ કરે છે. અએવ સાદગી કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્યમાં સાધ્યલક્ષ્ય પગીની પેઠે વ્યવસ્થિત જેને કાર્ય છે એવા મનુષ્યની કર્તવ્યકાર્યમા યેગ્યતા છે. અવ્યવસ્થિત બેધવાળા મનુષ્યની કાર્યપ્રવૃત્તિમાં અવ્યવસ્થા રહે છે અને તેથી તેના હાથે ગંભીર ભૂલ થયા કરે છે. પાશ્ચાત્ય વિદ્વાને વ્યવસ્થિત બોધથી પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિને સુંદર સ્વરૂપમાં મૂકી શકે છે. આર્યાવર્તમા પૂર્વે મનુ વ્યવસ્થિત કાર્યધકે હતા તેથી તેઓ ઉત્તમ કાર્યો કરવાને સમર્થ થયા હતા વ્યવસ્થિત પ્રબોધથી જે જે કાર્યો કરવાના હોય છે તે ઘણું સહેલાઈથી થાય છે અને તેમાં જે જે વિક્ષેપો આવે છે તેને સહેલાઈથી અન્ત આવે છે. વ્યવસ્થિત પ્રબોધવાળે મનુષ્ય હજારે કાને નિયમસર વ્યવસ્થા બાધીને કરી શકે છે વ્યવસ્થિત બેધવાળો મનુષ્ય પ્રત્યેક કાર્યની વ્યવસ્થાનો પ્રથમ વિચાર કરે છે અને તે કાર્ય કરવાની વ્યવસ્થાને પ્રથમ સારી રીતે ગોઠવી શકે છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થા બુદ્ધિની અત્યંત મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બેધની જેટલી મહત્તા ધારીએ તેટલી જૂન છે વ્યવસ્થિત પ્રબોધથી મનુષ્ય જે જે કર્તવ્ય કાર્ય કરે છે તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે વ્યવસ્થિત પ્રબોધથી કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં જે જે સામગ્રીઓની આવશ્યક્તા જણાય છે તેને પ્રાપ્ત કરવાને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy