SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ આસક્તિથી કણે કણે શું ગુમાવ્યું? ( ૧૫૧ ) છે તેનું સાધ્યબિંદુ વિસ્મરીને ઈલ્કાબ પદવી વગેરેને સાધ્યબિન્દુ તરીકે કલ્પી આસકત ના થવું જોઈએ. સામાજિક ધર્મકાર્યોને અનાસક્તભાવે કરવાથી વિશ્વ મનુષ્યો તરફથી માન ન મળે તે પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાથી પતિત થવાને અને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગે પ્રાપ્ત થતું નથી. અનાસકત મનુષ્યો આવશ્યક કર્તવ્ય છે જે દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ હોય છે તેઓને વિસ્મરી જતા નથી અને કર્તવ્યસાધ્ય માર્ગથી ભ્રષ્ટ થઈને અન્ય માર્ગો ગમન કરી શક્તા નથી. શિવાજીને દેશદ્ધાર સ્તં કર્મ કરવાનું હતું તેથી તેની સામગ્રીઓ દ્વારા તે કાર્યમાં પ્રવૃત્ત થયો પરંતુ અન્ય રૂપવતી સ્ત્રીઓમાં તે આસકત થયે નહિ તેથી તે સ્વકાર્યની સિદ્ધિમાં વિજય પામ્યો. અલાઉદ્દીન વગેરે બાદશાહોએ પરસ્ત્રીમાં આસક્તિ ધારણ કરી તેથી તેઓ સ્વીકાર્યમાં આગળ વધી શક્યા નહિ અને સ્વવશની ચિરસ્થાયિતાનો પાયો મજબૂત કરી શક્યા નહિ. પૃથુરાજ ચેહાણને પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઈને શાહબુદ્દીનની લાલચમાં ફસાયો તેથી હિંદુઓનું રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તમા ગયું તેમા ખાસ આસક્તિભાવ જ કારણભૂત હતે. ચાપાનેરના રાજાને પરસ્ત્રી પર આસકિત થઈ તેથી તે રાજ્યકર્તવ્ય કાર્યપ્રવૃત્તિના પ્રામાયથી ભ્રષ્ટ થયો અને તેનું રાજ્ય નષ્ટ થયું. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પર આસતિ ધારણ કરી તેથી તેણે સદાને માટે ગુર્જરભૂમિને પરવશ કરી. શુભ આસક્તિ અને અશુભ આસકિતને જાણવાથી પ્રથમ તે અશુભ આસકિતને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થોની ધર્માદા નિમિત્તે આસકિત ધારણ કરવી પડે છે તેને શુભાસકિત કહેવામાં આવે છે. શુભકપાયોપૂર્વક બાહ્ય પદાર્થની વાંછાને શુભાસક્તિ કહેવામાં આવે છે. કર્તવ્ય કાર્યોમાં જ્ઞાનીઓ શુભાસક્તિ કરતાં સ્વફરજને વિશેષ મહત્ત્વ આપે છે; કારણ કે ફરજ માનીને અનાસકિતથી કાર્યો કરતા કષાની મન્દતા રહે છે અને ઉચ્ચ ધર્મમાર્ગોમા ગમન કરતા પ્રથમ ગ્રહીત કાર્યોમાં બંધાવાનું થતું નથી તેમજ સર્વ કાર્યો કરતાં છતા સર્વથી ચારાપણુને નિત્સંગભાવ અનુભવી શકાય છે. જે છે તે સર્વ સુખ ખરેખર આત્મામાં છે. તે વિના અન્ય કશું કંઈ મારૂં જડ વસ્તુઓમાં નથી અન્ય આત્માઓના પ્રસંગમાં આવીને મારે વ્યવહારમાર્ગે જે ફરજો બજાવવાની છે તે બજાવવી પડે છે. જે કંઈ કરાય છે તે ફરજના લીધે જે કંઈ કરું છું તે ફરજેને લઈ કરૂં છું મારી ફરજથી વિશેષ કંઇ કરી શકાતું નથી તેમા માન અને અપમાનની લાગણીઓને સેવવાની કંઈ જરૂર નથી કર્તવ્ય કાર્ય કલ્પ વા ફરજના આધીન થઈ અનાસક્તભાવે મારે કર્તવ્ય કાર્ય કરવાનાં એમા અનાસક્તભાવે જે જે અંશે પ્રવૃત્તિ થાય છે તે તે અંશે મુકતતા અનુભવાતી જાય છે એમ જે સ્વકીય ફરજને આચરે છે તે મનુષ્ય અનાસક્તભાવમાં વધતું જાય છે અને આસક્ત મનુષ્યો કરતા આન્તરિકનિર્લેપતાને વિશેષ પ્રકારે ખીલવવા શક્તિમાન થાય છે તેમજ તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં આન્તરિકનિર્લેપતાએ નિષ્ક્રિય બને છે તથા બાહ્યથી સકિય વર્તે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy