SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૬) શ્રી કમગ 2થ-સવિવેચન. શકાય છે સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિને ભાવ ભૂલીને ડુબકી મારી દેવાથી પિતાના અનન્તાનન્દ જીવનને સાક્ષાત્કાર થાય છે એમ જ્ઞાનીઓને સમભાવ પરિણામના ઉપગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિકથી સમુદ્રમા જન્મમરણ એ કચરા જેવા લાગે છે તેમજ શરીરાદિ તૃણ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દઘન પ્રગટે છે. સામાયિકક્રિયાના વિધિમતભેદની ચર્ચાના કલેશમાં ચિત્ત વાણી અને કાયાને વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરૂદ્ધપસ્થમા ગમન કરવાથી ખેદ રુચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકને સાચ્ચેપગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયે પ્રગટે એજ ખાસ વિચારવા યેગ્ય છે. આત્માના શુદ્ધધર્મને ઉપયોગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણું વખત સુધી લયલીન થઈ જવું. ખાતાં પીતા, ઉઠતા બેસતાં, ફરતાં અને બોલતાં સમભાવરૂપ સામાયિકને પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતા સમભાવના બળથી તેને હટાવી શકાય એજ નિવૃત્તિને માર્ગ છે. અનાદિકાલથી મને વૃત્તિથી કલ્પાયેલા શત્રુઓમાથી શત્રુબુદ્ધિને ત્યાગ કર જોઈએ અને અનાદિકાલથી મનવૃત્તિથી કલ્પાયલી ઈષ્ટ વસ્તુઓમાથી રાગ પરિણામને ત્યાગ કર જોઈએ. જગને તટસ્થ રહીને દેખવાની શક્તિ પ્રાપ્ત કરવી. જગતમાં સાક્ષીભૂત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિર્લેપજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવી એજ સમભાવરૂપ સામાયિકના આનન્દદેશમાં ગમન કરવાને અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદમાં સમપરિણામની દષ્ટિએ દેખવું અને તેમા થતા રાગદ્વેષ પરિણામને ત્યાગ કરીને સત્યષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું એ જ સમભાવરૂપે સામાયિકમાં સ્થિર થવાનું મુખ્ય ઉપાય છે સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિકરૂપ આત્મામાં રમણુતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓને દ્રવ્ય, ક્ષેત્ર કાલભેદે વિચાર કરીને વ્યવહાર સામાયિકાદિમાં સાપેક્ષપણે વર્તવુ-એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર જીવ પર જેને સમભાવ છે તેને સામાયિકે છે જડવસ્તુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણેમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે ક્રોધ માન માયા લેભ ઈષ્ય કલહ હિંસાવૃત્તિ પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરૂ આત્મામાં સામાયિક પ્રગટે છે નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસર્ગશ્ય કરીએ કસીને પરીક્ષા કરંવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માના સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક એ મોક્ષમાર્ગ છે. દુનિયાના જીવોની સાથે અનાદિકાલથી રાગદ્વેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂર રહીને સમભાવ વિચારણિ પર આરોહણ કરવું , એજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાને વાસ્તવિકમાર્ગ છે. ઇન્દ્રિયને વિષય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy