SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાએ વિધિપૂર્વક સત્કર્મ કરવા. શબ્દાર્થ ગૃહસ્થમનુષ્યએ અને ત્યાગી મનુષ્યોએ લેકેત્તર શુભ આણિક અને રાત્રિક સત્કર્મને વિધિપૂર્વક સદા અવશ્ય કરવા જોઈએ વિવેચન—લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મો જેમ ગૃહસ્થને કરવાની જરૂર છે તેમ લેકેત્તર આહ્નિક અને રાત્રિક શુભસત્કર્મ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ જે ગૃહસ્થ મનુષ્ય દૈવસિક અને રાત્રિક સંબંધી ધર્મકર્મો કરવામા પશ્ચાત્ રહે છે તેઓ દુર્ગુણેપર વિજય મેળવીને આત્માની જ્ઞાનાદિક શક્તિને પ્રકટાવવા શક્તિમાન થતા નથી. દિવસમાં જે જે સમયે જે જે ધર્મક સ્વાધિકાર કરવા યોગ્ય હોય તેઓને ગૃહસ્થ મનુષ્યએ અવશ્ય કરવાં જોઈએ વિષય-કષાય-નિન્દા–આલસ્ય અને વિકથાઓ૫ પ્રમાદને પરિહરી અપ્રમત્તતા અંગીકરી દૈવસિક અને શત્રિક ધર્મકર્મ કરવાથી આત્માના ગુણે અને સવર્તનમાં પ્રતિક્ષણ વૃદ્ધિ થયા કરે છે. અમુક સમયે અમુક ધર્મકર્મ કરવાની જે આવશ્યકતા દર્શાવવામા આવી છે તે સહેતુક છે જે જે સમયે જે જે ધર્મક્રિયાઓ કરવાની હોય છે તે તે સમયે તે તે ધર્મકર્મો કરવાથી આત્માના ગુણેમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક ધર્મકર્મમા ઉત્સર્ગ અને અપવાદમાર્ગ તે હોય છે જ એકાતે કેઈ ધર્મ કરવાની વિધિ નથી તેમજ એકાન્ત કે ધર્મકર્મને નિષેધ પણ સર્વદા સર્વથા કરવામાં આવ્યું નથી. લૌકિક આવશ્યક કર્મોના સામયિક નિયમને ધ્યાનમાં રાખીને ગૃહએ ધાર્મિકર્મ નિયમોના સમયને ધ્યાનમાં રાખવા જોઈએ. લૌકિકકર્મોવડે આજીવિકારિસ્થિતિનું સંરક્ષણ કરવાની સાથે ગૃહાવાસમા ધર્મકર્મની પ્રવૃત્તિપ્રતિ લક્ષ્ય રાખવાની જરૂર છે જેમ લૌકિક આજીવિકાદિ કર્મોથી ગૃહસ્થાવાસમાં રહી શકાય છે અને સ્વતરફથી કુટુંબનું ભરણપોષણ કરી શકાય છે તેમ લકત્તર ધાર્મિકકર્મ કરવાથી આત્માની જ્ઞાનાદિક ગુણની પ્રગતિ કરી શકાય છે સ્વશરીર–સમાજ અને કુટુંબાદિકની આજીવિકા દિવડે રક્ષા કરવા માટે વિદ્યાપ્રવૃત્તિ-વ્યાપારકૃષિકમદિપ્રવૃત્તિ અને સેવ્યકર્મ પ્રવૃત્તિને ઉત્સર્ગ અને અપવાદે આચરતા અનર્થદંડ ગણી શકાતું નથી તેમજ દેવસિક ધાર્મિક કર્મ અને ત્રિક ધાર્મિકર્મની પ્રગતિ અને સંરક્ષાર્થે ઉત્સર્ગોપવાદથી ધાર્મિક પ્રાસંગિક પ્રવૃત્તિ કરતા અપ્રમત્તયેગે હિંસાદિ કેઈપણ જાતને દોષ લાગતો નથી. જે જે દ્રવ્યàત્રકાલભાવે જે જે ધર્મકર્મો અધિકાર પરત્વે ઉપયોગી હોય અને જે ધર્મકર્મોને સ્વાધિકાર ફરજથી અદા કરતા આત્માની ઉન્નતિ–કુટુંબની ઉન્નતિ–સંઘની અને દેશની ઉન્નતિ થતી હોય તથા અલ્પષે મહાન લાભ પિતાને તથા સમાજ વગેરેને થતો હોય તથા ઓત્સર્ગિક અને અપવાદિક માગે સ્વની-પરના-કુટુંબ-સમાજ-દેશ અને સંઘાદિકની પ્રગતિમા સંરક્ષણમા હાનિ ન પહોંચતી હોય તે તેમાં તનમનધનાદિક સ્વશક્તિનું સ્વાર્પણ કરી પ્રવર્તવુ જોઈએ. દ્રવ્યત્રકાલભાવે આત્માની તથા જનસમાજની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં જે જે ધર્મ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy