SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - ( ૨૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન અધિકારને પ્રાપ્ત કરવા યોગ્ય બની આ ભવમાં વા પરભવમા ઉપરની ભૂમિકાના ગુણેને સ્પર્શે છે. જે વિદ્યાર્થી પ્રથમ ધોરણના શિક્ષણકર્મનો અધિકારી છે તેને બી. એ. ના કલાસમાં બેસાડવામાં આવે છે તેથી તેને લાભના સ્થાને હાનિ પ્રાપ્ત થાય છે. બી. એ ના અધિકારી વિદ્યાર્થીને પ્રથમ ધોરણના કલાસમા બેસાડીને ગોધવામાં આવે છે તેથી તેને લાભને સ્થાને હાનિ છે-તત્ જે મનુષ્ય બાહ્યવ્યવહારદશાથી વિરુદ્ધ અધિકાગ્ય કાર્યોને કરે છે તે હાનિને પ્રાપ્ત કરે છે. જે અધિકારને જે ચોગ્ય હોય તે અધિકાર પ્રમાણે તેને કર્તવ્ય કર્મનો ઉપદેશ દેવામા આવે અને કર્તવ્ય છે તે દશા પ્રમાણે તે કરે તે સ્વાધિકાર એગ્ય કર્મપ્રવૃત્તિ કરીને તે સ્વાધિકારથી ઉચ્ચ એવી અનુક્રમ ઉચદશાઓને અનુક્રમે અનુક્રમે પ્રાપ્ત કરવા અધિકારી બને છે અને તે પ્રગતિમાર્ગની ભૂમિકાઓમા સ્વાધિકારપ્રવૃત્તિ દ્વારા આરહતે જાય છે અએવ ઉપર્યુક્ત ઉલ્લેખથી અવબોધવું કે સ્વસ્વાધિકારદશા પ્રવૃત્તિનું સમ્યજ્ઞાન કરી અને તેના પ્રયજન-રહસ્ય અવધી કર્મચગી થવાથી કદાપિ ધર્મ વા કર્મમાર્ગથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પ્રાપ્ત થતા નથી અને અધિકાર પરત્વે કર્મપ્રવૃત્તિને અન્તરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત કરવાની સાથે આન્નતિમાર્ગમા સદા આગળ પ્રવહવું થયા કરે છે. જેનામાં જે શક્તિ ખીલી હોય છે અને તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વ્યાવહારિક દષ્ટિએ તેને જે કર્તવ્યપ્રવૃત્તિ કરવી ઉચિત હોય છે તે તેને કરવી પડે છે અને એ કર્તવ્ય પ્રવૃત્તિ કરવાની ફરજથી યદિ તે વિમુખ થાય છે તે તે સ્વ અને પારને અનેક પ્રકારની હાનિ પ્રાપ્ત કરાવે છે. સર્વ જીવને વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં સ્વદેહાદિપષણ અનેક પ્રવૃત્તિ કરવાની હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેમાં વિશેષ એ છે કે–પ્રારબ્બાદિયેગે જે જે પ્રવૃત્તિ થાય તેના લાભાલાભને વિવેક હવે જોઈએ અને જ્ઞાનગપૂર્વક તે પ્રવૃત્તિ થવી જોઈએ જ્ઞાનપૂર્વક થતી પ્રવૃત્તિથી ભવિષ્યમાં અનુભવશિક્ષણ મળે છે અને તેથી ભવિષ્યમાં અનેક પ્રકારના સુધારાવધારા ચક્ત પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ પ્રકારના કર્મ ટળ્યા વિના અને પંચ શરીરનો નાશ થયા વિના દેહાદિક પ્રવૃત્તિ ટળતી નથી. જ્યા સુધી દેહનું અસ્તિત્વ છે તાવત જ્ઞાની વાત અજ્ઞાની દેહાદિ પિષણાર્થે પ્રવૃત્તિ કર્યા વિના રહી શકે તેમ નથી જીવ માત્રની પ્રવૃત્તિ અનિવાર્ય હોવાથી જ્ઞાનીઓને એ ફરજ શીર્ષે આવી પડે છે કે તેઓની પ્રવૃત્તિમાં જ્ઞાનમાર્ગપૂર્વક પ્રવર્તવાને ઉપદેશ દેવ શ્રી આદિનાથ પ્રભુએ ગ્રહાવાસમા મનુષ્યોને અનેક પ્રકારની શિલ્પાદિ શિક્ષણની પ્રવૃત્તિ દર્શાવી હતી. જો કે શિલ્પાદિકળાઓ સદૂષિત હતી તે પણ તેના વિવેક વિના અને તેની પ્રવૃત્તિ વિના નિવૃત્તિમાર્ગ તેઓ થઈ શકે તેમ નહોતું, અત એવ તત્કાલીન મનુષ્યોને કર્મમાર્ગની શિલ્પાદિ પ્રવૃત્તિ જણાવવાની જરૂર પડી હતી. પન્નર કર્મભૂમિમા તીર્થકરે ઉત્પન્ન થઈ શકે છે અને કર્મભૂમિમા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy