SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મળ ગ્રંથ રચવાનો હેતુ ( ૭ ) વાળવા અધિકારી બને છે. સ્વશક્તિનું દાન દેવું એ સ્વફરજ છે. દાની સ્વશક્તિનું દાન કરીને ખરેખર ત્યાગી બને છે. જે ખરેખર નિષ્કામભાવે ત્યાગી છે તે વસ્તુત ત્યાગી છે એમ અવબોધવું. સદગુરુ સુખસાગરજીમા આત્મજ્ઞાન દાન દેવારૂપ ગુણ ખીલ્ય હતું અને તેથી તેઓ અન્યાત્માઓને આનન્દી–નિર્ભય બનાવવાને શક્તિમાન થયા હતા. શ્રી સદ્ગુરુ પંચાચારપાલક હતા. જેનામાં દાનગુણ ખીલ્ય હોય છે તે શીલાગભૂત પંચાચાર પાલવાને શકિતમાનું થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, 'તપઆચાર અને વીર્યાચાર એ પચધાચારપાલક શ્રી સદ્ગુરુજી છે જ્ઞાનાદિ પચ પ્રકારના આચારો પાળવાથી સ્વપરના આત્માની ઉન્નતિ થાય છે. પંચધાઆચારો પાળવાથી અને પળાવવાથી વિશ્વમાં સદાચારનો વિસ્તાર થાય છે મારા. હજુ પ્રથમ ધર્મ. આચાર એ પ્રથમ ધર્મ છે. મનુષ્ય સદાચારવડે યુક્ત રહેવાથી પ્રાપ્ત દશાથી પતનત્વ પામી શક્તો નથી જ્ઞાનાચારથી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ, એવુ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને જ્ઞાનાચારનું પરિપાલન કરવું જોઈએ દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચારને પાળતા, પળાવતા અને પાલકજનોની અનુમોદના કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. એ પચ પ્રકારના આચારના પાલક શ્રી સદ્ગુરુ હતા એમ ઘસાવા અવઢવ એ વિશેષણ દ્વારા જણાવવામાં આવ્યું છે તીર એ વિશેષણથી સર્વ યતિમા ઈન્દ્ર સમાન શ્રેષ્ઠતા છે એમ દર્શાવ્યું છે. મહાવ્રતના પાલનમા શ્રી સદ્ગુરુ શ્રેષ્ઠ હતા વર્તમાનકાળમા વિદ્યમાન ગુણાનુરાગી પ્રતિષ્ઠિત સર્વ સાધુઓ મુક્ત ક કે સદ્ગુરુ સુખસાગરજી મહારાજના સાધુપણાની પ્રશંસા કરે છે અને તેમનું સર્વ સાધુઓમાં શ્રેષ્ઠત્વ તેમના પાસા સેવી અનુભવ્યું છે, અએવ ચરીત્ર એ વિશેષણ યથા તેમને ઘટે છે. પૂજ એ વિશેષણ વિશિષ્ટ સદ્ગુરુ મહારાજ છે આત્મજ્ઞાનપ્રદાતાર, પચાચારપ્રપાલક, યતીન્દ્રાદિ ગુણોવડે જે યુક્ત હોય છે તે પૂજ્ય હોય છે શ્રી સદ્ગુરુજી ઉપરના વિશેષણ દ્વારા યુક્ત હોવાથી તેઓની ગુણાવડે સ્વયમેવ વિશ્વમા પૂન્યતા સિદ્ધ કરે છે ગુના નg [ચત્તે. વિશ્વમાં સર્વત્ર સદગુણની પૂજા થાય છે. જ્યા ગુણ હોય છે ત્યા પૂજ્યતા સ્વયમેવ આવે છે ઉપર્યુક્ત વિશેષણ વાગ્યા પછી ગુણવિશિષ્ટ શ્રી ગુરુજી હેવાથી તેઓ વિશ્વમાં પૂજ્ય છે એમ દર્શાવી તેમને નમસ્કાર કરીને કર્મચાગ ( કિયાગ) નામનો ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરવામા આવે છે. ક્રિયાગ, (કર્મયોગ) ગ્રન્થ રચવાનું પ્રયોજન ગ્રન્થમા “ મનુથા વિરપરા વધર્માન્વિતં સ્થનિયામકૃર્ય ક્રિયાશો મા.” એ વડે સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજની ક્રિયાગમાં સમ્યક પ્રવૃત્તિ હતી. ક્રિયાયોગમાં તેમની ઘણી રુચિ હતી સાધુધર્મની ક્રિયાઓ કરવામાં તેમની સ્વશક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી હતી. પ્રતિલેખના, પ્રતિક્રમણ અને ગોચરી વગેરે ક્રિયાઓ કરવામાં તેમની રુચિ ઘણું હતી. તેમની એવી ક્રિયાયોગની પ્રવૃત્તિથી તેઓ યિાગી એ ખ્યાતિને પામ્યા હતા.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy